________________
૩૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ થાય છે. તેથી તે કાલપરિણતિ પણ તેવા જ પ્રકારની હતી કે જેથી પુત્રજન્મનું કારણ બને અને તે બંનેના કર્મો પણ તેવા જ પ્રકારનાં હતાં કે કોઈક ઉત્તમપુત્રની પ્રાપ્તિનું કારણ બને તેથી કર્મપરિણામ અને કાલપરિણામનો એક વિચાર થવાથી અવશ્ય કાર્ય થાય છે. તેમ કહે છે. II૧ણા બ્લોક :
नरपतिरुवाचस्वप्नस्यास्य फलं देवि! मम चेतसि भासते ।
भविष्यत्युत्तमः पुत्रस्तवानन्दविधायकः ।।१३।। શ્લોકાર્ધ :
રાજા કહે છે કર્મપરિણામરાજા કાલપરિણતિરાણીને કહે છે. હે દેવી ! આ સ્વપ્નનું ફલ મારા ચિત્તમાં આ પ્રમાણે ભાસે છે. તને આનંદને આપનાર ઉત્તમપુત્ર થશે. ll૧૩ll શ્લોક :
केवलं न चिरं गेहे, तावके स भविष्यति ।
धर्मसूरिवचोबुद्धः, स्वार्थसिद्धिं करिष्यति ।।१४।। શ્લોકાર્થ :
કેવલ તે તારા ઘરમાં ચિરકાલ રહેશે નહીં. ધર્મસૂરીશ્વરના વચનથી બોધ પામેલો સ્વઅર્થની સિદ્ધિ કરશેeતે પુત્ર ધર્મસૂરીશ્વરના વચનને સાંભળીને પોતાનું હિત શું છે? અહિત શું છે ? તેના પરમાર્થને જાણીને પોતાના આત્મકલ્યાણની સિદ્ધિને પ્રાપ્ત કરશે. II૧૪ll શ્લોક :
कालपरिणतिरुवाचजायतां पुत्रकस्तावत्पर्याप्तं तावतैव मे ।
करोतु रोचते तस्मै, यत्तदेव ततः परम् ।।१५।। શ્લોકાર્ચ -
કાલપરિણતિ કહે છે – પુત્ર મને થાઓ તેટલાથી જ મને પર્યાપ્ત છે તેટલાથી જ મને સંતોષ છે. ત્યારપછી તેને જે રુચે તે જ કરો. ll૧૫ll. શ્લોક :
ततश्चाविरभूद् गर्भस्तं वहन्त्याः प्रमोदतः । अथ मासे तृतीयेऽस्याः , संजातोऽयं मनोरथः ।।१६।।