________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
શ્લોકાર્ચ -
ભયાદિ સંજ્ઞા તેનાટકમાં=સંસારરૂપી નાટકમાં, કંશિકા જાણવી. લોકાકાશની, ઉદર નામવાળી વિશાળ રંગભૂમિ છે=નાટકમાં નાટકની રંગભૂમિ હોય છે. તેમ લોકાકાશમાં સર્વજીવો નાટક કરે છે અને અલોકાકાશમાં કોઈ જીવ નાટક કરતું નથી તેથી, લોકાકાશ રંગભૂમિ છે અને સંસારી જીવોમાં ભયાદિ ચાર સંજ્ઞાઓ વર્તે છે, તે કંશિકાની જેમ નાટકને રમ્ય બનાવે છે. આથી જ તે તે જીવો ક્યારેક ભયથી વિહ્વળ બને છે. ક્યારેક આહાર સંજ્ઞાવાળા બને છે. ક્યારેક મૈથુન સંજ્ઞાવાળા બને છે. ક્યારેક પરિગ્રહસંજ્ઞાથી ધનાદિનો સંચય કરતા દેખાય છે. ર૯l. શ્લોક :
पुद्गलस्कन्धनामानः, शेषोपस्करसंचयाः ।
इत्थं समग्रसामग्रीयुक्ते नाटकपेटके ।।३०।। શ્લોકાર્થ :
પુગલસ્કંધ નામના શેષ ઉપસ્કર સંચયો છેઃનાટક માટે વેષભૂષા કરવા માટેની સામગ્રીરૂપે પુગલસ્કંધો છે. આ પ્રકારના સમગ્ર સામગ્રીયુક્ત નાકપેટકમાં નાટકના પ્રેક્ષણમાં. ll૩૦ll શ્લોક :
नानापानपरावृत्त्या, सर्वलोकविडम्बनाम् ।
अपरापररूपेण, कुर्वाणोऽसौ प्रमोदते ।।३१।। શ્લોકાર્થ :
નાના પાત્રના પરાવૃત્તિથી અપર અપર રૂ૫ વડે સર્વલોકોની વિડંબનાને કરતો આકર્મપરિણામરાજા, પ્રમોદ પામે છેઃચૌદરાજલોકવત જીવોને જુદાં જુદાં પાત્રો રૂપે પરાવૃત્તિ કરાવીને વિડંબના કરતું કર્મ તે તે ચેષ્ટાઓને જોઈને તે તે જીવમાં વૃદ્ધિ પામે છે. તે તેનો પ્રમોદ છે. II3II શ્લોક :__ किञ्चात्र बहुनोक्तेन? नास्ति तद्वस्तु किञ्चन ।
यदसौ मनसोऽभीष्टं, न करोति महानृपः ।।३२।। શ્લોકાર્ચ -
અહીં વધારે કહેવાથી શું ? તે કોઈ વસ્તુ નથી જે મનને અભીષ્ટ છે તેને આ મહાનૃપ કરતો નથી અર્થાત્ જે અભીષ્ટ છે તે સર્વ કરે છે.
જે જીવોનું જે પ્રકારનું કર્મ બંધાયું છે. તે જીવોના તે કર્મમાં જે પ્રકારની શક્તિ ઉત્પન્ન થઈ છે તે તેના મનને જ અભીષ્ટ છે, તેથી કર્મરૂપી રાજા તે જીવની તે પ્રકારની કદર્થના કરે છે. આથી જ કર્મની મર્યાદાનું