________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ કર્મપરિણામરાજા ખુશ થાય છે. આથી જ કષાયોને વશ થયેલા જીવોનાં કર્મો પુષ્ટ-પુતર થાય છે. અને મહામોહ નામવાળો-તત્ત્વને જોવામાં ગાઢ અજ્ઞાનતારૂપ મહામોહ નામવાળો, સૂત્રધાર નાટકનો પ્રવર્તક છે; કેમ કે જો જીવમાં અજ્ઞાનતા ન હોય તો સુખનો અર્થી જીવ પોતાના શત્રુભૂત એવાં કર્મોને પુષ્ટ કરે તેવા ક્લેશો કરીને સંસારનાટકને જીવંત બનાવે નહીં. ।।૨૬।।
શ્લોક ઃ
૧૮
रागाभिलाषसंज्ञोऽत्र, नान्दीमङ्गलपाठकः । अनेकबिब्बोककरः, कामकामा विदूषकः ।। २७ ।।
શ્લોકાર્થ ઃ
અહીં=સંસારનાટકમાં, રાગના અભિલાષના સંજ્ઞાવાળો નાંદીમંગલ પાઠક છે. અનેક ચાળાઓને કરનાર કામનામનો વિદૂષક છે. જેમ નાટકનો પ્રારંભ નાંદી નામના મંગલ પાઠપૂર્વક કરવામાં આવે છે અને તે પાઠ કરનાર રાગ અભિલાષ નામનો પાઠક છે. તેથી જીવમાં વર્તતો બાહ્યપદાર્થો વિષયક રાગનો અભિલાષ નાટકના પ્રારંભને કરાવનાર છે. વળી, જેમ નાટકના ચાળા કરનારા વિદૂષકો હોય છે, જેને જોઈને લોકોને હાસ્ય ઉત્પન્ન થાય છે, તેવા ચાળા કરનાર કામ નામનો વિદૂષક છે; કેમ કે જીવમાં પ્રગટ થયેલી કામવૃત્તિ કેવી રીતે ચાળા કરવા તે સર્વકળા જાણે છે. II૨૭ના
શ્લોક ઃ
कृष्णादिलेश्यानामानो वर्णकाः पात्रमण्डनाः ।
योनिः प्रविशत्पात्राणां नेपथ्यं व्यवधायकम् ।।२८।।
શ્લોકાર્થ ઃ
કૃષ્ણાદિ લેશ્યા નામના વર્ણકો પાત્રમંડન છે. યોનિ પ્રવેશ કરતાં પાત્રોનું નેપથ્ય વ્યવધાયક છે.
જેમ નાટકમાં પાત્રો પોતાના દેહને શણગારે છે તેમ સંસારી જીવો કૃષ્ણાદિ લેશ્યાથી પોતાના આત્માને શણગારે છે અને નાટક કરનારાં પાત્રો પોતાનો ભાગ ભજવીને પડદા પાછળ વ્યવધાનમાં જાય છે અને ત્યાંથી નવા આકારને ધારણ કરીને ફરી નાટકભૂમિમાં પ્રવેશ કરે છે. તેમ સંસારી જીવો જે ભવમાં છે તે ભવનું નાટક પૂર્ણ કરીને બીજા ભવની યોનિમાં જાય છે. ત્યારે રંગમંડપમાં નાટક કરતા દેખાતા નથી. પરંતુ ત્યાં નવું રૂપ ધારણ કરીને. જે ભવની જે યોનિ મળી હોય તે યોનિને અનુરૂપ નવું રૂપ ધારણ કરીને ફરી તે નાટકભૂમિમાં પ્રવેશ પામે છે. તેથી યોનિમાં પ્રવેશ કરતાં પાત્રોનું વ્યવધાન નેપથ્ય છે. II૨૮
શ્લોક ઃ
भयादिसंज्ञा विज्ञेयाः, कंशिकास्तत्र नाटके ।
लोकाकाशोदरा नाम, विशाला रङ्गभूमिका ।। २९ ।।