________________
૧૬
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ એવા પાખંડી સાધુઓ કર્મને પરવશ નાચી રહ્યા છે. અને શિષ્યલોકોને તેઓનું આ નૃત્ય હાસ્યનો હેતુ છે અને તેવા નાટક દ્વારા ચમત્કારને બતાવતું કોઈક સ્થાનમાં સંસારનાટક કર્મરાજા કરાવે છે. ll૨૩| શ્લોક :
तदेवंविधवृत्तान्तप्रतिबद्धमनाकुलम् ।
संसारनाटकं चित्रं, नाटयत्येष लीलया ।।२४।। શ્લોકાર્ય :
આવા પ્રકારના પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારના, વૃતાંતથી પ્રતિબદ્ધ પૂર્વમાં વર્ણન કર્યું એવા જુદા જુદા પ્રકારના પ્રસંગોથી યુક્ત, અનાકુલ સતત, ચિત્ર પ્રકારના સંસારરૂપી નાટકને લીલાથી આ=કર્મપરિણામરાજા, કરાવે છે જીવો પાસેથી કરાવે છે. ર૪ll ભાવાર્થ -
ચૌદરાજલોક અને તે સ્વરૂપ આ સંસાર છે, તેમાં અઢીદ્વીપ પ્રમાણ મનુષ્યનગરી છે. આ મનુષ્યનગરીમાં અવાંતર અનેક પાડાઓ છે તેમાં ઉત્તમ પુરુષો પણ જન્મે છે અને અધમપુરુષો પણ જન્મે છે; છતાં આ નગરીમાં જન્મીને ઘણા યોગ્ય જીવો ચારેય પ્રકારના પુરુષાર્થને સાધે છે અર્થાત્ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ ચારેય પુરુષાર્થને સાધે છે અને તેના દ્વારા પોતાના પ્રયત્નને સફલ કરે છે. તેથી આ નગરી અનેક ગુણોવાળી છે તેમ કહેલ છે. વળી, અયોગ્ય જીવ અર્થ, કામનું સેવન કરીને પણ પોતાનું સદ્વર્ય નાશ કરે છે, એટલું જ નહીં ધર્મ પણ યથાતથા સેવીને પોતાનું સટ્વીર્ય નિષ્ફળ કરે છે. આવા જીવો આવી ઉત્તમ નગરીને પામીને પણ પોતાનું હિત સાધી શકતા નથી, તેથી મંદભાગ્યવાળા છે. આ નગરીનું એકછત્રીસામ્રાજ્ય કર્મપરિણામરાજાનું છે. કર્મપરિણામરાજા પ્રધાનરૂપે મનુષ્યનગરીમાં હોવા છતાં ચૌદરાજલોકનાં દરેક સ્થાનો પ્રત્યે એની સત્તા ચાલે છે. તેથી ચૌદરાજલોકવર્તી જે જીવો જન્મે છે, મરે છે તથા જે જે કૃત્યો કરે છે તે સર્વ પ્રત્યે કર્મપરિણામરાજા જ કારણ છે. આ મનુષ્યનગરીમાં તીર્થકર આદિ ઉત્તમપુરુષો થાય છે તેઓના ઉપર પણ કર્મપરિણામરાજાનું જ આધિપત્ય છે. આથી જ તેવા પ્રકારની પુણ્યપ્રકૃતિઓના બળથી તે જીવો મનુષ્યગતિને પામે છે. ક્રમસર ચારેય પુરુષાર્થોને સાધે છે તે સર્વમાં તેઓનું ક્ષયોપશમાદિ ભાવારૂપ કર્મ પણ કારણ છે અને ઉત્તમ સંઘયણ, ઉત્તમ સત્ત્વ આદિ આપાદક પુણ્યપ્રકૃતિઓ પણ કારણ છે. આથી કર્મપરિણામની સહાયના બળથી જ તે મહાત્માઓ મોક્ષરૂપ ચરમપુરુષાર્થને પણ સાધી શકે છે. વળી, આ કર્મપરિણામરાજા નીતિશાસ્ત્ર પ્રમાણે ચાલતો નથી; પરંતુ કર્મ બાંધનાર જીવના અધ્યવસાય પ્રમાણે ચાલે છે, તેથી સારા પણ જીવને ક્લેશકારી નિમિત્તો મળે અને તેનાથી ક્લેશ ઉત્પન્ન થાય તો તે ક્લેશને અનુરૂપ ક્લિષ્ટકર્મો બાંધીને તે જીવ દુર્ગતિઓમાં જાય છે. તેથી કર્મપરિણામરાજા કોઈના પ્રત્યે દયાળુ નથી; પરંતુ નિર્દય અને પ્રચંડ શાસનવાળો છે તથા પોતાના શાસનને ચલાવવા માટે કોઈની અપેક્ષા રાખ્યા વગર તે દંડ