________________
૨૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ યદચ્છા વગેરે દેવીઓ છે. તે સર્વમાં કાલપરિણતિ પ્રધાન છે તે બતાવવા માટે જેમ સર્વ ઋતુઓમાં શરતુ શ્રેષ્ઠ હોય છે તેમ કાલપરિણતિ અન્ય દેવીઓમાં શ્રેષ્ઠ છે. ઇત્યાદિ ઉપમા દ્વારા યાવતુ રાજહંસિકા જેવી સર્વશ્રેષ્ઠ કાલપરિણતિરાણી છે. આનાથી એ પ્રાપ્ત થાય કે દરેક જીવોમાં કર્યો છે તે જીવ સાથે એકમેક થયેલાં હોવાથી જીવના પરિણામ સ્વરૂપ છે અને તે કર્મપરિણામરાજા સંસારની સર્વ અવસ્થાઓ જીવને પ્રાપ્ત કરાવે છે. આમ છતાં જે કાળમાં જે પરિણતિ જે જીવને પ્રાપ્ત થાય છે તે કાલપરિણતિને અનુરૂપ તે જીવનો કર્મવિપાક ઉદયમાં આવે છે અને આ કાલપરિણતિ એ પણ સંસારી જીવનો જ એક પરિણામ છે. જેમ, મોક્ષમાં જવા યોગ્ય જીવનો ભવ્યત્વ સ્વભાવ છે તેમ જે જે કાર્યની કાલપરિણતિ તે જીવમાં પ્રગટ થાય છે, તે વખતે તે જીવમાં તે કાર્ય થાય છે અને કાલપરિણતિ અને કર્મપરિણામ ઉભયને અનુરૂપ સંસારની સર્વ અવસ્થાની જીવને પ્રાપ્તિ થાય છે. આથી જ જે જીવનો ચરમાર્વતકાળ પાક્યો નથી, તે જીવોમાં ક્યારેક પણ મોક્ષને અભિમુખ પરિણામ થાય એવી નિર્મળતા પ્રાપ્ત થતી નથી. વળી જ્યારે તે જીવની સિદ્ધિગમનને અનુકૂળ પ્રાથમિક ભૂમિકાની કાલપરિણતિ પ્રગટ થાય છે, ત્યારે તે જીવને કંઈક મોક્ષને અનુકૂળ ભાવો થઈ શકે તેવી યોગ્યતા પ્રગટ થાય છે. આથી જ પાંચ કારણો અંતર્ગત કાલપરિણતિ પણ કાર્યનિષ્પત્તિ પ્રત્યે એક કારણ છે. વળી, જીવોનો જ ભવિતવ્યતા રૂપ પરિણામ છે તેને નિયતિ કહેવાય છે. અને નિયતિ પણ કર્મરાજાની દેવી છે. તેથી જે જીવની જે કાળમાં જે રીતે કાર્ય અનુકુળ નિયતિ હોય તે કાળમાં તે રીતે તે કાર્ય તે જીવમાં થાય છે. તે નિયતિને આધીન છે. વળી, યદ્દચ્છા=જે જીવો મૂઢતાથી યદચ્છા રૂપે વર્તે છે, તે જીવમાં વર્તતો યદ્દચ્છાનો પરિણામ તે પણ કર્મપરિણામરાજાની પત્ની સ્વરૂપ છે. અને તેઓ સર્વ મિલિત થઈને જ જીવને સંસારમાં નાટક કરાવે છે.
અને તે કાલપરિણતિ મહાદેવી, તે રાજાને કર્મપરિણામરાજાને, પોતાના પ્રાણની જેમ અત્યંત વલ્લભ છે. પોતાની ચિત્તવૃત્તિની જેમ સર્વકાર્યમાં યસ્કૃત પ્રમાણવાળી છે=જેમ પોતાની ચિત્તવૃત્તિ સંસારી જીવોને સર્વકાર્યો કરવામાં પ્રમાણભૂત છે. તેથી ચિત્તવૃત્તિ અનુસાર સર્વકાર્યો કરે છે તેમ કર્મપરિણામરાજાને જે કંઈ તે કાલપરિણતિરાણી કરવાનું કહે છે તે પ્રમાણભૂત છે. તેથી જે તેના વડે કરાયું તે કર્મને પ્રમાણ છે એવી તે રાણી છે. સુમંત્રિઓના સમૂહની જેમ સ્વયં પણ કંઈ કરતા એવા કર્મપરિણામરાજા વડે પ્રખવ્ય છે=કાલપરિણતિરાણી પૂછવા યોગ્ય છે. સુમિત્રના સંતતિની જેમ વિશ્વાસનું સ્થાન છે=સંસારી જીવોને જે હિતકારી મિત્રો હોય તેઓનો સમૂહ હંમેશાં વિશ્વાસનું
સ્થાન છે તેમ કર્મપરિણામરાજાને કાલપરિણતિરાણી અત્યંત વિશ્વાસનું સ્થાન છે. વધારે શું કહેવું ? તેણીને આધીન જ=કાલપરિણતિને આધીન જ, તેનું કર્મપરિણામરાજાનું, સંપૂર્ણ રાજ્ય છેઃકર્મપરિણામરાજાનું આખું સામ્રાજ્ય, કાલપરિણતિ અનુસાર જ પ્રવર્તે છે. આથી જ જે જે જીવોના જે જે પ્રકારના કાર્યને અનુકૂળ થવાને કાલપરિણતિ વર્તે છે. તે તે જીવોને તે તે કર્મો તે કાળમાં તે તે જીવને તે સ્વરૂપે કરે છે. આથી જ ઋષભદેવ ભગવાનની કાલપરિણતિ તેવી જ હતી કે તે કાલમાં તીર્થંકર રૂપે થાય તેથી તેમનાં તે પ્રકારનાં કર્મો તેમને તીર્થકર રૂપે કરે છે. અને વીરભગવાનની કાલપરિણતિ તેવી જ હતી કે ચોથા આરાના ચમકાલમાં જ તે પ્રકારના લઘુદેહવાળા, અલ્પ આયુષ્યવાળા, તીર્થંકરપણાને કરે, તે પ્રમાણે જ વીરભગવાનનાં કર્મો તેમને તીર્થકરરૂપે કરે છે. આથી