________________
૧૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
અને તેથી=મહાન પણ એવા તે જીવો કર્મના પ્રતાપને સહન કરી શકતા નથી તેથી, પોતાની પ્રીતિને માનતો કર્મપરિણામરાજા વારંવાર આક્રોશથી વેદનાથી આતુર એવા કેટલાક જીવોને નારક રૂપે નચાવે છે. ૭ શ્લોક :
यथा यथा महादुःखैविह्वलांस्तानुदीक्षते ।
तथा तथा मनस्युच्चैरुल्लसत्येष तोषतः ।।८।। શ્લોકાર્ચ -
જે જે પ્રમાણે મહાદુઃખથી વિધ્વલિત એવા તેઓને નારકીઓને, જુએ છે. તે તે પ્રકારે આ= કર્મપરિણામરાજા, તોષથી મનમાં અત્યંત ઉલ્લસિત થાય છે તે જીવો જેમ જેમ મહાદુઃખોથી વિક્વલ થાય છે, તેમ તેમ તે જીવોનાં કર્મો અત્યંત વૃદ્ધિ પામે છે. ll૮II શ્લોક :
कांश्चिद्दोद्धुरो भूत्वा, स इत्थं बत भाषते ।
भयविह्वलचित्तत्वादाज्ञानिर्देशकारकान् ।।९।। શ્લોકાર્ચ -
ભયથી વિલ્વલ ચિતપણું હોવાને કારણે આજ્ઞાના નિર્દેશન કરનારા કેટલાક જીવોને દર્પથી ઉદ્ધર થઈને તે કર્મપરિણામરાજા, આ પ્રમાણે કહે છે=જે જીવો કર્મના ભયથી વિસ્વલ ચિતવાળા છે તેઓ હંમેશાં કર્મપરિણામરાજાની આજ્ઞાને જ કરનારા છે તેવા જીવોને ગર્વથી ઉદ્ધર થઈને તે કર્મપરિણામરાજા આગળમાં કહે છે તે પ્રમાણે કહે છે. ll૯II શ્લોક :
अरे रे! तिर्यगाकारं, गृहीत्वा रङ्गभूमिषु ।
कुरुध्वं नाटकं तूर्णं, मम चित्तप्रमोदकम् ।।१०।। શ્લોકાર્ચ -
અરે તિર્યંચ-આકારને ગ્રહણ કરીને રંગભૂમિમાં મારા ચિત્તને પ્રમોદ કરનારું નાટક કરો આ પ્રકારે કર્મને પરતંત્ર જીવોને કર્મ આજ્ઞા કરે છે તેથી તે જીવો ચોદરાજલોક રૂપ નાટકની ભૂમિ ઉપર તિર્યચનો આકાર ગ્રહણ કરીને અનેક પ્રકારનાં નાટકો કરે છે. જેનાથી તેઓ વિવિધ પ્રકારનાં કર્મોને બાંધે છે. તે કર્મપરિણામરાજાના પ્રમોદનું સૂચક છે. ||૧૦||