________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ | દ્વિતીય પ્રસ્તાવ કરવા યત્ન કરે છે. તેથી વર્તમાનના ભવમાં કે પરિમિતભવમાં તે મહાત્મા અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે. તેનું પ્રબળ કારણ આ ઉત્તમ નગરી છે. પાપી જીવોને તે નગરી સંસાર માટે છે; કેમ કે પાપી જીવો આ નગરીમાં જન્મીને સદ્ધર્મ તો સેવતા નથી, પરંતુ સાધુ કે શ્રાવકનો વેશ ગ્રહણ કરીને પણ ધર્મની લઘુતા જ કરે છે. આ નગરીમાં વર્તતા સર્વાના વચનનો અપલાપ કરે છે અને સ્વમતિ અનુસાર યથાતથા જીવીને આ નગરીના પ્રાપ્તિના બળથી જ સંસારની વૃદ્ધિ કરે છે. ll૧ol. શ્લોક -
जीवोऽजीवस्तथा पुण्यपापाद्याः सन्ति नेति वा ।
अयं विचारः प्रायेण, तस्यामेव विशेषतः ।।११।। શ્લોકાર્થ :
જીવ-અજીવ, પુણ્ય-પાપાદિ છે અથવા નથી એ પ્રકારનો આ વિચાર પ્રાયઃ કરીને વિશેષથી તે જ નગરીમાં થાય છે મનુષ્યનગરીમાં જ થાય છે. [૧૧ શ્લોક :
यस्तस्यामपि संप्राप्तो, नगर्यां पुरुषाधमः ।
न युज्यते गुणैर्लोकः, सोऽधन्य इति गण्यते ।।१२।। શ્લોકાર્ય :
તે પણ નગરીમાં સંપ્રાપ્ત થયેલો જે પુરુષાધમ ગુણવાન લોકો સાથે સંબંધ કરતો નથી. અર્થાત્ પોતાના પ્રમાદી સ્વભાવને પોષે છે તેવા લોકો સાથે સંબંધ કરે છે અને પોતાનો મનુષ્યભવ વ્યર્થ કરે છે. તે અધન્ય છે એ પ્રમાણે ગણાય છે. ll૧૨ શ્લોક :
तां विमुच्य न लोकेऽपि, स्थानमस्तीह मानवाः! ।
संपूर्णं यत्र जायेत, पुरुषार्थचतुष्टयम् ।।१३।। શ્લોકાર્ય :
હે માનવો ! અહીં લોકમાં તેને મનુષ્યનગરીને, છોડીને સ્થાન નથી જ્યાં સંપૂર્ણપુરુષાર્થ ચતુષ્ટય પ્રાપ્ત થાય.
વિવેકપુરુષો માટે ધર્મ-અર્થ-કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થો સુખનું જ કારણ છે અને વિવેકી જીવો આ મનુષ્યનગરીને પામીને તે ચારેય પુરુષાર્થો દ્વારા સુખની પરંપરાની વૃદ્ધિ અવશ્ય કરે છે અને અંતે મોક્ષરૂપ પુરુષાર્થને પામીને પૂર્ણ સુખમય અવસ્થાને પામે છે. તે સર્વ પ્રાપ્ત કરી શકાય તેવું સ્થાન આ મનુષ્યનગરી છે. ll૧૩