________________
ही अहँ नमः । ह्री श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
છે નમઃ |
પૂ. સિદ્ધર્ષિ ગણિ વિરચિત ઉપમિતિભવપ્રપંચા કથા
શબ્દશઃ વિવેચન
ભાગ-૨ તે દ્વિતીય પ્રસ્તાવ : તિર્યંચગતિ વક્તવ્યતાવર્ણન
પ્રથમ પ્રસ્તાવ સાથે બીજા પ્રસ્તાવનું યોજનઃ
સંસારનું વાસ્તવિક સ્વરૂપ બતાવવા અર્થે ઉપમાન દ્વારા ભવપ્રપંચનું સ્વરૂપ બતાવવાનો ગ્રંથકારશ્રીએ પ્રારંભ કર્યો છે અને તેને અનુરૂપ જ ગ્રંથનું નામ આપેલ છે. જે નામથી જ બોધ થાય છે કે ઉપમાન દ્વારા ભવપ્રપંચનું સ્વરૂપ પ્રસ્તુત ગ્રંથમાં બતાવાશે, છતાં ભગવાનનું શાસન પ્રથમ બતાવવું આવશ્યક છે જેથી યોગ્ય જીવોને ભગવાનના શાસનને પામેલા જીવો કેવા ગુણસમૃદ્ધિવાળા હોય છે, તેનો યથાર્થ બોધ થાય તેથી ચૌદરાજલોકવર્તી જે જીવો ભગવાનના શાસનમાં વર્તે છે, તેઓ ભાવથી કેવા ગુણોવાળા હોય છે, તે ગુણોને ગ્રહણ કરીને પીઠિકામાં ભગવાનનું શાસનરૂપી રાજમંદિર કેવા સ્વરૂપવાળું છે તે બતાવેલ છે. જેમાં કોઈ નિયત ક્ષેત્રરૂપ રાજમંદિર નથી, પરંતુ બાહ્ય ઉચિત આચરણાઓ અને ઉચિત આચરણાઓથી જન્ય જીવની ઉત્તમ પરિણતિ જે સંસારી જીવોમાં છે તેને જ ગ્રહણ કરીને રાજમંદિરની ઉપમા આપેલ છે. રાજમંદિરને નહીં પામેલો જીવ સંસારમાં ભટકતાં ભટકતાં કઈ રીતે દર્શનમોહનીય કર્મની મંદતાથી કે દર્શનમોહનીય કર્મના ક્ષયોપશમથી ભગવાનના શાસનને પ્રાપ્ત કરે છે, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રીએ પોતાના આત્માને ભગવાનના શાસનની પ્રાપ્તિ પૂર્વે ભિખારીની ઉપમા આપેલ છે અને ભીખ માંગતાં માંગતાં તે કઈ રીતે કર્મવિવર નામના દ્વારપાલથી ભગવાનના શાસનમાં પ્રવેશ પામેલ છે તે બતાવેલ છે, પ્રવેશ પામ્યા પછી તે જીવ કઈ રીતે વિશેષ-વિશેષ રીતે ભગવાનના શાસનને પામીને સર્વવિરતિને પ્રાપ્ત કરે છે અને શાસ્ત્રઅભ્યાસ કરીને ભગવાનના શાસનના રહસ્યને જાણનાર બને છે, ત્યારપછી યોગ્ય જીવોનો કઈ રીતે ઉપકાર કરે છે, ઉપકાર અર્થે ગ્રંથોની રચના કરીને ભાવિના જીવોના કલ્યાણ અર્થે મહાપુરુષો કઈ રીતે પ્રવૃત્તિ કરે છે તે રીતે જ ગ્રંથકારશ્રીના આત્માએ પણ સુવિશુદ્ધ આશયથી સ્વપરના