Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ अशेषस्य परिस्पन्दस्य निराचिकीर्षितत्वात्, अतः समचतुरस्रसंस्थानवज्रर्षभनाराचसंहननादिभाजामाहितपराक्रमाणां कर्माणि निर्जिजीर्षतां परिपूर्णशक्तिकानां परिस्पन्दस्वभावयोगत्रयनिग्रहः क्रमते प्रागुपचितकर्मनिवृत्तिश्च, न पुनरैदंयुगीनपुरुषाणां, यथोक्तसंवराभावादिति, उच्यते, संवरद्वैविध्ये सति सर्वसंवराभावः साम्प्रतिकानामित्यनुमनुमहे, देशसंवरस्तु सामायिकादिचारित्रवतां, सत्यपि परिस्पन्दवत्त्वे विदिततत्त्वानां देशसंवरः समस्त्येवेति तत्प्रतिपादनायाह
अथवा आश्रवनिरोधलक्षणः संवर उक्तः, स पुनः केनोपायेन कर्त्तव्य इत्युपायस्य दर्शनार्थमिदं सूत्रं
ટીકાવતરણિકાર્થ–પૂર્વપક્ષ–જો સઘળા આસ્રવારોને બંધ કરવા રૂપ સંવર છે તો સર્વકર્મોના નિમિત્ત એવા આગ્નવછિદ્રોનો સંવર કરવાની ઈચ્છા કેટલાક જ પુરુષોથી સાધી શકવાનો પ્રસંગ આવે. કારણ કે સંપૂર્ણ હલન-ચલનનો વિરોધ કરવાનું ઇચ્છેલું છે. આથી સમચતુરગ્ન સંસ્થાન અને વજઋષભનારા સંઘયણ આદિને પામેલા, જેમણે પરાક્રમને પ્રાપ્ત કર્યો છે તેવા, કર્મોની નિર્જરા કરવાની ઇચ્છાવાળા અને પરિપૂર્ણ શક્તિવાળાઓને હલન-ચલનના સ્વભાવવાળા ત્રણ યોગનો નિગ્રહ અને પૂર્વે એકઠા કરેલા કર્મોની નિવૃત્તિ થાય, પણ આ યુગમાં જન્મેલા પુરુષોને ન થાય. કારણ કે તેમને યથોક્ત સંવરનો અભાવ છે.
ઉત્તરપક્ષ– બે પ્રકારના સંવરમાં વર્તમાનકાળના જીવોને સર્વસંવર ન હોય એમાં અમે સંમત છીએ. સામાયિકાદિ ચારિત્રવાળા જીવોને દેશસંવર તો હોય છે. હલન-ચલન હોવા છતાં પરમાર્થને જાણનારા જીવોને દેશસંવર છે જ, અર્થાત્ પરમાર્થના જ્ઞાતાઓને વર્તમાનકાળમાં પણ દેશસંવર સંમત જ છે. આથી દેશસંવરનું પ્રતિપાદન કરવા માટે કહે છે–
અથવા આગ્નવનિરોધરૂપ સંવર કહ્યો. તે સંવર ક્યા ઉપાયથી કરવો જોઇએ ? આથી ઉપાયને બતાવવા માટે આ સૂત્ર છે–