Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ વિમ્ રૂતિ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનું છે. બાહ્ય દ્રવ્યની અપેક્ષાવાળું હોવાથી અને કોઇપણ દર્શનના ગૃહસ્થો વગેરેનું કાર્ય હોવાથી બાહ્ય છે. અન્યદર્શનવાળાઓથી અભ્યાસ નહિ કરાયેલો હોવાથી અને અંતઃકરણના વ્યાપારની પ્રધાનતા હોવાના કારણે બાહ્ય દ્રવ્યની અપેક્ષાવાળું ન હોવાથી અત્યંતર છે. બીજાઓ તો કહે છે- જે બીજાઓને પ્રત્યક્ષ હોય તે બાહ્ય, પોતાને પ્રત્યક્ષ હોય તે અત્યંતર. અથવા આતાપના વગેરે કાયક્લેશરૂપ તપ બહાર જણાય છે તેથી બાહ્ય છે. આતાપનાદિ કાયક્લેશ તપ અનશનાદિથી પણ અધિક બાહ્ય છે. તેથી કાયક્લેશથી જણાયેલું તપ બાહ્ય છે, પ્રાયશ્ચિત્ત વગેરે બાહ્ય નથી. અનશન, ઊણોદરી વગેરે બાહ્ય અને પ્રાયશ્ચિત્ત, વિનય વગેરે અત્યંતર તપ ક્રમશઃ આગળ કહેવાશે.
અહીં તો સ્થાન શૂન્ય ન રહે એ માટે વિશિષ્ટ પુરુષોથી આચરાયેલું કવલાહાર આદિથી નિયત થયેલું અનેક પ્રકારનું પ્રકીર્ણક તપ તદ્યથા ઇત્યાદિથી બતાવે છે.
“વવવઝમધ્યે વતિને મધ્ય શબ્દનો પ્રત્યેક શબ્દની સાથે સંબંધ કરવો. યવમળ્યા અને વજમધ્યા, ચંદ્રપ્રતિમ એટલે ચંદ્રતુલ્ય. જેવી રીતે દરરોજ ચંદ્રકળાની વૃદ્ધિ થાય છે તેવી રીતે ભિક્ષાના(=આહારના) કવળની વૃદ્ધિ થાય. જેવી રીતે દરરોજ ચંદ્રકળાની હાનિ થાય તેમ ભિક્ષાકવળની હાનિ થાય. તેમાં યવમધ્યા ચંદ્રપ્રતિમા સુદપક્ષની એકમથી પ્રારંભી અમાસના અંતે પૂર્ણ થાય. જેવી રીતે એકમથી ચંદ્રની કળાવૃદ્ધિ થાય છે તે રીતે ભિક્ષાવૃદ્ધિ કે કવળવૃદ્ધિ થાય. છેલ્લે પૂનમમાં પંદર કવળો થાય. ત્યાર બાદ કૃષ્ણપક્ષની એકમમાં પણ પંદર કવળો છે. એ પ્રમાણે એક એક કવળની હાનિથી છેલ્લે અમાસમાં એક કવળ થાય. આ યવમળ્યા પ્રતિમા છે. વજમળ્યા પ્રતિમા કૃષ્ણપક્ષની એકમથી શરૂ થાય છે. કૃષ્ણ પક્ષની એકમમાં પંદર કવળનો આહાર કરે છે. તેમાં પણ એક એક કવળની હાનિ થાય. છેલ્લે અમાસના દિવસે એક કવળ