Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૧૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૭ ભક્ષણ માછલાઓની જેમ પરસ્પર ભક્ષણ કરવું. વધ=મારી નાખવો. બંધ=કાબૂમાં રાખવું. અભિયોગ અભ્યાખ્યાન(=અસત્ય દોષનો આરોપ.) આક્રોશ=અપ્રિયવચન.
અન્યોન્ય ભક્ષણાદિથી ઉત્પન્ન કરાયેલા પ્રકૃષ્ટ દુઃખોને પ્રાપ્ત કરાય છે–અનુભવાય છે.
અહો ! શબ્દ વિસ્મયમાં છે. આવા પ્રકારના દુઃખનું ભાજન. સંસાર જેવું દુઃખનું ભાજન છે તેવું દુઃખનું ભાજન બીજું કોઈ નથી. (ઉદ્ધારમ=)દ્વન્દ્ર એટલે વધ-બંધ-દંશમશક-શીત-ઉષ્ણ વગેરે. જેમાં વધ વગેરે જ આરામ છે તેવા સંસારમાં. આરામ એટલે વિવિધ જાતિના વૃક્ષોનો સમૂહ. જે સંસારમાં દ્વન્દ્રો એ જ આરામ છે તે દ્વન્દારામ. દ્વન્દારામ એટલે દ્વન્દ્રોનો સમૂહ. (કષ્ટ સ્વભાવ=) કષ્ટ એટલે કૃચ્છ, દુઃખ કે ગહન. (આ બધા શબ્દો કષ્ટવાચી છે.) સ્વભાવ એટલે સ્વરૂપ. કષ્ટ છે સ્વભાવ જેનો તે કષ્ટસ્વભાવ.
સંસારદ્વન્દ્રારા અનેકષ્ટરવભાવ છે એ પ્રમાણે વિચારે. તેથી સંસારભયથી સંસાર પ્રત્યે ઉદ્વિગ્ન અરતિવાળા થયેલા અને સાંસારિક સુખનો ત્યાગ કરવાની ઇચ્છારૂપ નિર્વેદ થાય છે. આ પ્રમાણે સંસાર અનુપ્રેક્ષા છે.
એકત્વભાવનાના સ્વરૂપનું કથન કરવા માટે કહે છે– “ વાદમૂ' ફત્યાદિ હું એકલો જ છું. હું ક્યારેય પણ સહાય સહિત ઉત્પન્ન થતો નથી અને મરતો નથી. જોડલું પણ ક્રમથી જ યોનિમાંથી બહાર આવે છે, અર્થાત્ જન્મમાં કે મરણમાં જે દુઃખ છે તેને હું એકલો જ અનુભવું છું. મારા તે દુઃખનો અનુભવ કરવામાં કોઈ સહાય નથી. સાથે જન્મનારા અને સાથે મરનારા નિગોદ જીવો પણ હું એકલો જ જન્મ છું અને એકલો જ મરું છું એ નિયમનું ઉલ્લંઘન કરતા નથી. આને જ ભાષ્યથી બતાવે છે–
ર ને શ રૂત્યાદિ મારામાંથી સઘળાં દુઃખો લઈને પોતાનામાં મૂકે એવો કોઈ નથી. પ્રત્યંશ =સ્વજનો કે પરજનો ભેગા થઈને મારામાં ઉત્પન્ન