Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૯૪ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૨૨ મધ્યમ છે.) મધ્યમ પ્રાયશ્ચિત્તના ગ્રહણથી આભેદોનું પણ ગ્રહણ કર્યું છે. લઘુ અને ગુરુ એવા પંચક, દશક, વિંશતિ અને પંચવિશતિ આ આદ્યભેદો છે. માસ પણ લઘુ અને ગુરુ છે. ચતુર્લધુમાસ, ચતુર્ગુરુમાસ, પલઘુમાસ અને જગુરુમાસ આ પ્રાયશ્ચિત્તના ભેદો છે. (આનો અર્થ સમજવા માટે પરિણત સાધુઓ જ યોગ્ય છે.)
તે સઘળું જતપપ્રાયશ્ચિત્ત જ્ઞાન-દર્શન-ચારિત્રના અપરાધમાં અપરાધને અનુરૂપ વિશુદ્ધિ કરવા માટે આગમમાં પણ કહ્યું છે. હમણાં તો સાધુઓ મોટાભાગે પાંચમા (જીત)વ્યવહાર પ્રમાણે વિશુદ્ધિને કરે છે. તે નિવિથી માંડીને અઠ્ઠમ સુધીનો તપ છે. અનેક અતિચારોમાં આ તપપ્રાયશ્ચિત્ત તરીકે અપાય છે. જેમકે- ઉદેશ-અધ્યયન-શ્રુતસ્કંધ, અંગમાં પ્રમાદીને કાળ-વિનય (આદિ)ના અતિક્રમ આદિમાં ક્રમશઃ નિવિથી પ્રારંભી આયંબિલ સુધી પ્રાયશ્ચિત્ત હોય. આ અનાગાઢમાં છે. આગાઢમાં કાલાતિક્રમ આદિમાં આગળ પુરિમઢથી આરંભી ઉપવાસ સુધી પ્રાયશ્ચિત્ત હોય. ચંદ્રપ્રતિમા વગેરે પ્રકીર્ણક તપ અનેક પ્રકારનું છે. પ્રતિમાદિ પ્રકીર્ણક તપનું સ્વરૂપ પૂર્વે બાહ્યતપના વર્ણનમાં વિસ્તારથી કહ્યું છે.
છે પ્રાયશ્ચિત્તને કહેવાની ઇચ્છાથી કહે છે–
છેદ મહાવ્રતારોપણના કાળથી ગણાય છે. આને જ કહે છે- પ્રવજ્યા દિવસ, પક્ષ, માસ અને વર્ષ એમાંથી કોઈનો પણ છેદ થાય. જે દિવસે મહાવ્રતારોપણ કર્યું ત્યારથી પર્યાય ગણાય. જેને મહાવ્રતારોપણ કરવામાં આવ્યું છે તેને અપરાધ પ્રમાણે ક્યારેક પંચક છેદ, ક્યારેક દશક છેદ યાવત્ લઘુ કે ગુરુમાસ પરિમાણ છેદપ્રાયશ્ચિત્ત આવે. આ રીતે છેદપ્રાયશ્ચિત્તથી છેદાનો પર્યાય પ્રવ્રયા દિવસને પણ કાપે છે. તપથી ગતિ હોય( ભલેને ગમે તેટલો તપ કરાવે, એથી મને શું કષ્ટ છે એમ તપથી ગર્વિત હોય) તપ કરવા માટે અસમર્થ હોય, તપની શ્રદ્ધા ન કરતો હોય, તપથી પણ જેનું દમન ન કરી શકાય એવો(=વારંવાર ૧. પંચકચ્છેદ એટલે પાંચ દિવસનો દીક્ષા પર્યાય કપાય એ પ્રમાણે દશકચ્છેદ આદિ અંગે પણ જાણવું.