Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૦૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૨૪ पञ्चविधः । आचारगोचरविनयं स्वाध्यायं वाऽऽचार्यादनु तस्मादुपाधीयत इत्युपाध्यायः । सङ्ग्रहोपग्रहानुग्रहार्थं चोपाधीयते सङ्ग्रहादीन् वाऽस्योपाध्येति इत्युपाध्यायः । द्विसङ्ग्रहो निर्ग्रन्थ आचार्योपाध्यायसङ्ग्रहः त्रिसङ्ग्रहा निर्ग्रन्थी आचार्योपाध्यायप्रवर्तिनीसङ्ग्रहा । प्रवर्तिनी दिगाचार्येण व्याख्याता । हिताय प्रवर्तते प्रवर्तयति चेति प्रवर्तिनी । विकृष्टोग्रतपोयुक्तस्तपस्वी । अचिरप्रव्रजितः शिक्षयितव्यः शिक्षः, शिक्षामर्हतीति शैक्षो वा । ग्लानः प्रतीतः । गणः स्थविरसन्ततिसंस्थितिः । कुलमाचार्यसन्ततिसंस्थितिः । सङ्घश्चतुर्विधः श्रमणादिः । साधवः संयताः । सम्भोगयुक्ताः समनोज्ञाः । एषामन्नपानवस्त्रपात्रप्रतिश्रयपीठफलकसंस्तारादिभिर्धर्मसाधनैरुपग्रहः शुश्रूषा भेषजक्रिया कान्तारविषमदुर्गोपसर्गेष्वभ्युपपत्तिरित्येतदादि वैयावृत्त्यम् ॥९-२४॥
ભાષ્યાર્થ–વૈયાવૃત્ત્વદશપ્રકારનું છે. તે આ પ્રમાણે-આચાર્યવૈયાવૃત્ય, ઉપાધ્યાયવૈયાવૃત્ય, તપસ્વિનૈયાવૃજ્ય, શૈક્ષકવૈયાવૃજ્ય, ગ્લાનવૈયાવૃજ્ય, ગણવૈયાવૃજ્ય, કુલવૈયાવૃત્ય, સંઘવૈયાવૃત્ય, સાધુવૈયાવૃજ્ય અને સમનોજ્ઞવૈયાવૃત્ત્વ. વ્યાવૃત્તનો ભાવ કે વ્યાવૃત્તનું કર્મ તે વૈયાવૃત્ય.
તેમાં આચાર્ય પૂર્વોક્ત (અ.૯ સૂ. ૬) પાંચ પ્રકારે છે. આચાર સંબંધી વિનય કે સ્વાધ્યાય તે આચાર્ય. આચાર્ય પછી જેની પાસેથી ભણાય તે ઉપાધ્યાય છે. સંગ્રહ-ઉપગ્રહ-અનુગ્રહ માટે જે સેવાય તે ઉપાધ્યાય. એના સંગ્રહ વગેરેનું સ્મરણ કરે છે એથી ઉપાધ્યાય છે. આચાર્ય અને ઉપાધ્યાયનો સંગ્રહ એમ નિગ્રંથ બે સંગ્રહવાળો હોય. આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તિનીનો સંગ્રહ એમ નિગ્રંથી ત્રણ સંગ્રહવાળી હોય.
પ્રવર્તિની દિગાચાર્ય વડે વ્યાખ્યાન કરાયેલી છે. હિત માટે પ્રવર્તે અને પ્રવર્તાવે તે પ્રવર્તિની.
વિકૃષ્ટ-ઉગ્ર તપથી યુક્ત હોય તે તપસ્વી. અલ્પકાળ પહેલા પ્રવ્રજિત થયો હોય અને (એથી) શિક્ષણ આપવાને યોગ્ય હોય તે શિક્ષ. અથવા