Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩૯
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૪૩
આગળ (૪૬મા સૂત્રમાં) કહેશે. અર્થ, વ્યંજન અને યોગોની સંક્રાન્તિ એ વિચાર છે એમ પણ આગળ (૪૭મા સૂત્રમાં) કહેશે.
પૂર્વમાં રહેલા ભંગિકશ્રુતના અનુસારે અર્થ, વ્યંજન અને અન્ય યોગોમાં જવું તે વિચાર છે. અર્થમાંથી વ્યંજનમાં જવું(=શ્રુતમાં જવું) તે વ્યંજનસંક્રાન્તિ છે. વ્યંજનમાંથી અર્થમાં જવું(=દ્રવ્ય-પર્યાયમાં જવું) તે અર્થસંક્રાન્તિ છે. મનોયોગમાંથી કાયયોગમાં જવું એ કાયયોગ સંક્રાન્તિ છે અથવા મનોયોગમાંથી વચનયોગમાં જવું તે વચનયોગ સંક્રાન્તિ છે. એ પ્રમાણે કાયયોગમાંથી મનોયોગમાં કે વચનયોગમાં સંક્રમણ કરે છે તથા વચનયોગમાંથી મનોયોગમાં કે કાયયોગમાં સંક્રમણ કરે છે. જ્યાં સંક્રમણ કરે છે ત્યાં નિરોધ કરવો(=સ્થિરતા કરવી) એ ધ્યાન છે. પૃથવિતર્ક સવિચાર
[પૃથ એટલે ભેદ–જુદાપણું. વિતર્ક એટલે પૂર્વગત શ્રુત. વિચાર એટલે દ્રવ્ય-પર્યાયની કે અર્થ-શબ્દની કે મન આદિ ત્રણ યોગની સંક્રાંતિ=પરાવર્તન. વિચારથી સહિત તે સવિચાર.
અહીં ત્રણ શબ્દોથી ત્રણ હકીકત જણાવવામાં આવી છે. (૧) પૃથ શબ્દથી ભેદ. (૨) વિતર્ક શબ્દથી પૂર્વગતશ્રુત અને (૩) સવિચાર શબ્દથી દ્રવ્ય-પર્યાય આદિનું પરિવર્તન. તથા એકાગ્રતાપૂર્વકનું ચિંતન એ અર્થ પૂર્વસૂત્રથી ચાલ્યો આવે છે. આથી પૃથ વિતર્ક સવિચાર ધ્યાનનો અર્થ આ પ્રમાણે થાય છે- જે ધ્યાનમાં પૂર્વગત શ્રુતના આધારે આત્માદિ કોઇ એક દ્રવ્યને આશ્રયીને ઉત્પાદાદિ અનેક પર્યાયોનું એકાગ્રતાપૂર્વક ભેદ(=દ્રવ્ય-પર્યાયનો ભેદ)પ્રધાન ચિંતન થાય અને સાથે દ્રવ્ય-પર્યાય આદિનું પરાવર્તન થાય તે પૃથ વિતર્ક સવિચાર.
આનો ભાવાર્થ આ પ્રમાણે છે- પૂર્વધર મહાત્મા પૂર્વગત શ્રુતના આધારે આત્મા કે પરમાણુ આદિ કોઇ એક દ્રવ્યને આશ્રયીને વિવિધ નયોના અનુસારે ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, મૂર્તત્વ-અમૂર્તત્વ, નિત્યત્વઅનિત્યત્વ આદિ પર્યાયોનું ભેદથી(=ભેદપ્રધાન) ચિંતન કરે છે. આ