Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૪૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૬૫ બાર પ્રકારનો તપ છે તેને આચરવાથી કર્મોનો વિપાક થાય છે અને તે વિપાકથી કમોંનો પરિશાટ=નિર્જરા થાય છે. આ પ્રમાણે કહીને નિર્જરાના સંદેહસ્થાનનો પ્રારંભ કરે છે તે આ પ્રમાણે–) બધા જ સમ્યગ્દષ્ટિઓ સમાન જ કર્મ નિર્જરા કરે છે કે, કોઇ ભેદ( તફાવત) છે? પ્રતિવિશેષ એટલે તુલ્ય નિર્જરા નહિ કિંતુ વિષમનિર્જરા, આચાર્ય પણ આ પ્રશ્નને હૃદયમાં રાખીને વિષમ નિર્જરા થાય છે એવું જે તત્ત્વ છે તેને કહે છે કોને કેટલી નિર્જરા થાય તેનો નિર્દેશसम्यग्दृष्टिश्रावकविरतानन्तवियोजकदर्शनमोहक्षपकोपशमकोपशान्तमोहक्षपकक्षीणमोहजिनाः क्रमशो
ऽसङ्ख्येयगुणनिर्जराः ॥९-४८॥ સૂત્રાર્થ– સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધિવિયોજક, દર્શનમોહક્ષપક, મોહોપશમક, ઉપશાંતમોહ, મોહક્ષપક, ક્ષીણમોહ, જિન. આ દશ ક્રમશઃ અસંખ્યગુણ નિર્જરાવાળા થાય છે. તે આ પ્રમાણેસમ્યગ્દષ્ટિથી શ્રાવક અસંખ્યગુણ નિર્જરાવાળો થાય છે. શ્રાવકથી વિરત, વિરતથી અનંતાનુબંધિવિયોજક અસંખ્યગુણ નિર્જરાવાળો થાય છે. એ પ્રમાણે બાકીના જીવો પણ ક્રમશઃ અસંખ્યગુણ નિર્જરાવાળા જાણવા. (૯-૪૮).
भाष्यं- सम्यग्दृष्टिः श्रावकः विरतः अनन्तानुबन्धिवियोजकः दर्शनमोहक्षपकः मोहोपशमकः उपशान्तमोहः मोहक्षपकः क्षीणमोहः जिन इत्येते दश क्रमशोऽसङ्ख्येयगुणनिर्जरा भवन्ति । तद्यथासम्यग्दृष्टेः श्रावकोऽसङ्ख्येयगुणनिर्जरः श्रावकाद्विरतः विरतादनन्तानुबन्धिवियोजक इत्येवं शेषाः ॥९-४८॥
ભાષ્યાર્થ– સમ્યગ્દષ્ટિ, શ્રાવક, વિરત, અનંતાનુબંધિવિયોજક, દર્શનમોહક્ષપક, મોહોપશમક, ઉપશાંતમોહ, મોહક્ષપક, ક્ષીણમોહ, જિન. આ દશક્રમશ:અસંખ્યગુણ નિર્જરાવાળા થાય છે. તે આ પ્રમાણે