Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૬૩
સૂત્ર-૪૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ નિર્જરાનું કારણ છે. પણ બાહ્ય તપની કેવળ કાયા ઉપર અસર થતી હોવાથી તેનાથી આત્માના શુદ્ધ પરિણામ શી રીતે ઉત્પન્ન થાય? અને એથી નિર્જરા પણ શી રીતે થાય? આ પ્રશ્નનું સમાધાન એ છે કે- બાહ્ય તપની કેવળ કાયા ઉપર અસર થાય છે એ હકીકત તદ્દન અસત્ય છે. જે તપની કેવળ કાયા ઉપર અસર થાય, આત્મા ઉપર અસર ન થાય એ વાસ્તવિક બાહ્યતા જ નથી, કિંતુ કાયક્લેશ જ છે. આથી જ પ્રસ્તુત સૂત્રના ભાષ્યમાં કહેવામાં આવ્યું છે કે-સભ્ય યોગ એ સૂત્રમાં આવેલ સમ્ય શબ્દનું અનુસંધાન આ સૂત્રમાં પણ લેવું. એટલે અહીં કેવળ બાહ્ય તપનો નિર્દેશ નથી કર્યો કિન્તુ સમ્યગુ બાહ્ય તપનો નિર્દેશ કર્યો છે. આત્મશુદ્ધિના આશયથી જિનેશ્વરની આજ્ઞા મુજબ કરવામાં આવતો બાધતપ સમ્ય–ઉત્તમ છે.
આત્મામાં શુદ્ધપરિણામ પેદા ન થાય ત્યાં સુધી સમ્યગુ બાહ્ય તપ કરવાની ભાવના ન થાય એ ચોક્કસ વાત છે. કારણ કે જ્યાં સુધી દેહનો મમત્વભાવ, આહારની લાલસા, ઇંદ્રિયોનો અસંયમ, સંસારસુખનો રાગ વગેરે દોષો દૂર ન થાય-ઘટે નહિ ત્યાં સુધી (સમ્ય) બાહ્યતપ કરવાની ભાવના થતી નથી. તથા જ્યાં સુધી આત્મામાં શુદ્ધ પરિણામો પેદાન થાય ત્યાં સુધી દેહનો મમત્વભાવ વગેરે દોષો દૂર ન થાય, ઘટે નહિ. આથી બાહ્યતાની પ્રવૃત્તિથી દેહનો મમત્વભાવ વગેરે દોષો દૂર થયા છે=ઘટ્યા છે એ સૂચિત થાય છે. દોષોની હાનિ-ઘટાડો આત્મામાં શુદ્ધ પરિણામો ઉત્પન્ન થયા છે એ સૂચવે છે. આત્મામાં ઉત્પન્ન થયેલ શુદ્ધ પરિણામથી કર્મોની નિર્જરા થાય છે તથા જેમ જેમ બાહ્ય તપનું સેવન થાય છે તેમ તેમ મમત્વાદિ દોષો અધિક અધિક ઘટતા જાય છે અને આત્મામાં શુદ્ધ પરિણામની વૃદ્ધિ દ્વારા નિર્જરાની વૃદ્ધિ થતી જાય છે. આમ સમ્ય બાહ્યપ શુદ્ધ પરિણામ હોય તો જ થઈ શકે છે અને તપના સેવનથી એ પરિણામ અધિક અધિક શુદ્ધ બનતા જાય છે. આથી અત્યંતરતપની જેમ બાહ્યતપ પણ નિર્જરામાં કારણ છે. આ હકીકતથી બાહ્યતામાં તો કેવળ કાયક્લેશ છે... એ પ્રશ્નનું પણ સમાધાન થઈ જાય છે. કારણ કે ઉપર કહ્યા મુજબ સભ્ય બાહ્યતપ કેવળ કાયક્લેશરૂપ છે જ નહિ. અસમ્યગુ