Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 322
________________ ૨૯૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૫૦ પચ્ચક્ખાણમાંથી કોઈ એક પચ્ચખાણને સેવે, અર્થાત્ કોઈ એક પચ્ચકખાણમાં દોષ લગાડે. બકુશ– ઉપકરણ અને શરીર એવા ભેદથી બે પ્રકારે છે. ઉપકરણબકુશ તે બેમાં ઉપકરણ બકુશ વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણમાં અભિષ્યક્ત ચિત્તવાળો હોય છે. અભિqક્ત ચિત્તવાળો એટલે પ્રતિબદ્ધ સ્નેહવાળો, અર્થાત્ સારા વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણમાં જેને સંતોષ ઉત્પન્ન થયો છે તેવો હોય છે. વિવિધ વસ્ત્ર એટલે પૌંડ્રવર્ધક અને કાશાકુલકાદિ દેશોના ભેદથી વિવિધ પ્રકારનું વસ્ત્ર. પુરિકાગંધારક વગેરે દેશોના ભેદથી વિવિધ પ્રકારનું પાત્ર વગેરે. વિચિત્ર એટલે લાલ, પીળા, સફેદ બિંદુ વગેરે ભાતથી (ડીઝાઈનથી) ભરેલું. મહાધન એટલે મહામૂલ્યવાળું (મહાકિંમતી.) ઇત્યાદિ ઉપકરણોને ધારણ કરતો હોય. આ મારું છે, હું આનો સ્વામી છું એ પ્રમાણે મૂચ્છિત થયેલો પોતાની પાસે ઉપકરણો પૂરતા હોવા છતાં પણ ઘણાં વિશેષ પ્રકારના ઉપકરણોની કાંક્ષાવાળો હોય છે. (“વહુવિશેષોપરખાયુવત:”) મૃદુ, દઢ, કોમળ, ઘન (=ઘાટું) અને પૂર્ણ, સુંદર વર્ણ વગેરે હોય તેવા (વિશેષ) ઉપકરણો મેળવવાની આકાંક્ષાવાળો હોય છે. સદા ઉપકરણોને સંસ્કારિત કરવા ધોળા રાખવા દશી બાંધવી, ઘડી કરવી, વીંટવું વગેરે પ્રવૃત્તિમાં રાચ્યો માચ્યો રહેતો ઉપકરણબકુશ છે. શરીરબકુશ– શરીરાદિમાં આસક્ત ચિત્તવાળો વિભૂષાને માટે તે શરીરનું અભંજન, ઉદ્વર્તન(શરીરને સાફ કરવાના પદાર્થોથી સાફ કરવું.) અને સ્નાનાદિકના પ્રતિ સંસ્કારને કરે છે. આવું કરવું એ તેનો સ્વભાવ હોય છે. આ શરીરબકુશ ઉત્તરગુણોનો ભંગ કરનારો હોય છે પણ મૂળગુણોની વિરાધના કરતો નથી. આગમમાં કહ્યું છે કે- બકુશમાં પૃચ્છા-ગૌતમસ્વામી મહાવીરસ્વામીને પૂછે છે કે બકુશો મૂળગુણ સેવી હોય છે કે ઉત્તરગુણ સેવી? હે ગૌતમ ! બકુશ ઉત્તરગુણ સેવી હોય છે, પણ મૂળગુણ સેવનારો હોતો નથી. ઉત્તરગુણોને સેવતો તે દશ

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330