Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૫૦
ભાષ્યકારે કષાયકુશીલને પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મસંપ૨ાય એ બે સંયમમાં જ બતાવ્યા છે. બીજાઓ કહે છે કે— કષાયકુશીલ (યથાખ્યાત સંયમથી રહિત) સામાયિકાદિ ચાર સંયમોમાં વર્તે છે (અન્ય) કહે છે કેપહેલા બે ચારિત્રોમાં પ્રથમના ત્રણ નિગ્રંથો હોય છે. એક નિગ્રંથ ચારેય પણ ચારિત્રમાં હોય, નિગ્રંથ અને સ્નાતક સદાય યથાખ્યાતચારિત્રમાં હોય છે, અર્થાત્ પ્રથમના ત્રણ(=પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ) એ સામાયિક અને છેદોપસ્થાપનીય એ બે ચારિત્રમાં હોય છે. એક નિગ્રંથ(=કષાયકુશીલ) યથાખ્યાત સિવાયના ચારેય ચારિત્રમાં હોય છે. નિગ્રંથ અને સ્નાતક સદા યથાખ્યાતચારિત્રમાં હોય છે.
૨૯૦
પ્રતિસેવનાકુશીલની જેમ કષાયકુશીલ પણ પાંચ ભેદવાળો જ છે. નિગ્રંથ અને સ્નાતક એક જ યથાખ્યાતસંયમમાં હોય છે. ઉપશાંતમોહ અને ક્ષીણમોહવાળા નિગ્રંથ (કહેવાય) છે. સયોગી અને અયોગી કેવલી સ્નાતક (કહેવાય) છે.
નિગ્રંથ પણ પ્રથમ સમય, અપ્રથમ સમય, ચરમ સમય, અચરમ સમય અને સૂક્ષ્મ એ પાંચ ભેદોથી પાંચ પ્રકારે છે.
સ્નાતક પણ અચ્છવિ, અશબલ, અકર્માંશ, અપરિશ્રાવી, શુદ્ધજ્ઞાનદર્શનધર એ પાંચ ભેદોથી પાંચ પ્રકારે છે. છવિ એટલે શરીર. કાયનિરોધ થયે છતે શરીરનો અભાવ થવાથી અચ્છવિ(=અશરીરી) થાય છે. અશબલ નિરતિચાર હોવાથી અશબલ છે. (બધા) કર્મોને ખપાવી દીધા હોવાથી અકર્માંશ છે. યોગનિરોધ થયે છતે ક્રિયારહિત હોવાથી અપરિશ્રાવી છે. અન્યજ્ઞાનનો સંબંધ ન હોવાથી શુદ્ધજ્ઞાનદર્શનધર છે. શ્રુતદ્વાર– શ્રુતમ્ ત્યાદ્દિ કોને કેટલું શ્રુત હોય તે કહે છે–
ન
પુલાક, બકુશ અને પ્રતિસેવનાકુશીલ સંપૂર્ણ દશ પૂર્વોને ધારણ કરનારા હોય છે. અભિન્ન એટલે એકપણ અક્ષરથી અન્યૂન(=સંપૂર્ણ), અર્થાત્ સંપૂર્ણ દશપૂર્વ, કષાયકુશીલ અને નિગ્રંથ ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વધર હોય છે. પુલાકને જઘન્યથી નવમા પૂર્વમાં રહેલી ત્રીજી આચારવસ્તુ