Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 325
________________ ૨૯૫ સૂત્ર-૫૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ આગમમાં આ કહ્યું છે- સર્વ આકાશ પ્રદેશાગ્રોને સર્વ આકાશ પ્રદેશોથી અનંતવાર ગુણતા જેટલી અનંત પ્રદેશ સંખ્યા થાય તેટલા પર્યાય પ્રથમ સંયમસ્થાન છે, અર્થાત્ પ્રથમ સંયમસ્થાનોની આટલી સંખ્યા હોય છે. પ્રશ્ન- અહીં ભાવના શું છે? હવે ભાષ્યની ભાવના કરાય છે- પુલાકાદિ સ્થાનનું આ નિરૂપણ માત્ર ભાષ્યની ભાવના કરવા માટે છે. તુલ્ય અધ્યવસાયવાળા હોવાથી પુલાક અને કષાયકુશીલના સર્વ જઘન્ય સ્થાનો (સર્વથી) નીચે છે. ત્યારબાદ તે બંને (પુલાક અને કષાયકુશીલ) અસંખ્ય સ્થાનો સુધી એકી સાથે જાય છે ત્યાર બાદ પુલાક હીન પરિણામવાળો હોવાથી અટકી જાય છે. ત્યાર બાદ કષાયકુશીલ, પ્રતિસેવનાકુશીલ અને બકુશ એ ત્રણ એકી સાથે અસંખ્ય સંયમ)સ્થાનો સુધી જાય છે, ત્યાર બાદ બકુશ અટકી જાય છે. ત્યાર પછી અસંખ્ય સંયમસ્થાનો સુધી જઇને પ્રતિસેવનાકુશીલ અટકી જાય છે. ત્યાર પછી પણ અસંખ્યય સંયમસ્થાનો સુધી જઈને કષાય કુશીલ અટકી જાય છે. આ પ્રમાણે આ કષાયવાળા સ્થાનો જાણવા. આની ઉપર(=કષાયકુશીલ સ્થાન પછી) જે સ્થાને અટકી જાય છે તે સ્થાન પછી અકષાય સંયમસ્થાનો આવે છે. નિગ્રંથ આ અકષાય સંયમસ્થાનોનો સ્વીકાર કરે છે. નિર્ગથ પણ અસંખ્ય (સંયમ)સ્થાનો સુધી જઈને અટકી જાય છે. એની ઉપર નિગ્રંથના સંયમસ્થાનથી ઉપર જઈને જેણે બધા કર્મો ખપાવી દીધા છે તે સ્નાતક પણ મોક્ષને પામે છે. આ પુલાકાદિ સ્થાનોની સંયમ લબ્ધિ(=સંયમના વિશુદ્ધિ સ્થાનો) ઉત્તરોત્તર અનંત ગુણવાળી હોય છે એ પ્રમાણે પૂર્વે ભાવના કરી જ છે. (૯-૫૦) ભાવાનુવાદકારની પ્રશસ્તિ આ પ્રમાણે પ.પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજા વડે શરૂ કરાયેલી (અને છઠ્ઠા અધ્યાયના ૨૩મા સૂત્રમાં વિનયસમ્પન્નતા પદ સુધી પૂર્ણ કરાયેલી) પછી છઠ્ઠા અધ્યાય સુધી આચાર્ય શ્રી યશોભદ્રસૂરિ વડે પૂર્ણ કરાયેલી અને ત્યાર પછી(=સાતમા અધ્યાયથી બાકી રહેલી ટીકા)

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330