Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૪૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૬૧ તિષ્યન્તરતા રૂત્યાદ્ધિ, સંવરના પ્રસંગમાં આ કહ્યું છે– તપતા નિર્નર ૨ (૯-૩) તપથી નિર્જરા અને સંવર બંને થાય છે. તપ નિર્જરા અને સંવર બંનેને કરે છે. બાહ્ય અને અત્યંતર એ બે પ્રકારનો તપ સંવરનું કારણ છે. આ બંને પ્રકારનો તપ સંવરરૂપ હોવાથી એ તપથી આશ્રવના દ્વારો સ્થગિતા=બંધ) થઈ જાય છે. નવા કર્મોને એકઠા કરવાના નિષેધનું કારણ હોવાથી નવા કર્મપુદ્ગલોનો પ્રવેશ થતો નથી અને નિર્જરાના ફળવાળું હોવાથી કર્મની નિર્જરાને કરે છે, અર્થાત્ કર્મપુગલોનો નાશ કરે છે. આ તપ નવા કર્મોના બંધનો નિષેધ કરતું હોવાથી અને પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરનારું હોવાથી સઘળા કર્મોનો સંપૂર્ણ ક્ષય કરનારું હોવાથી મોક્ષને પ્રાપ્ત કરાવનારું છે.
[અર્થ એટલે ધ્યેયદ્રવ્ય કે પર્યાય. વ્યંજન એટલે ધ્યેયપદાર્થનો અર્થવાચક શબ્દ=શ્રુતવચન. મન, વચન અને કાયા એ ત્રણ યોગ છે. સંક્રાન્તિ એટલે સંક્રમણ=પરિવર્તન. કોઈ એક દ્રવ્યનું ધ્યાન કરી તેના પર્યાયનું ધ્યાન કરવું અથવા કોઈ એક પર્યાયના ધ્યાનનો ત્યાગ કરી દ્રવ્યનું ધ્યાન કરવું એ પ્રમાણે દ્રવ્ય-પર્યાયનું પરિવર્તન એ અર્થ (દ્રવ્યપર્યાય) સંક્રાન્તિ છે. કોઈ એક વ્યુતવચનને અવલંબીને ધ્યાન કર્યા પછી અન્ય શ્રુતવચનનું અવલંબન કરીને ધ્યાન કરવું એ વ્યંજનસંક્રાન્તિ છે. કાયયોગનો ત્યાગ કરી વચનયોગનો કે મનોયોગનો સ્વીકાર કરવો ઇત્યાદિ યોગસંક્રાન્તિ છે. આ પ્રમાણે અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિ–પરિવર્તન એ વિચાર છે.
આ પ્રમાણે બાહ્ય અભ્યતર તપનું વર્ણન સમાપ્ત થયું. બંને પ્રકારનો તપ સંવર અને નિર્જરાનું કારણ હોવાના કારણે મોક્ષમાર્ગના સાધકે તેનું અવશ્ય સેવન કરવું જોઈએ. તપથી સર્વ કર્મોનો ક્ષય થતાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન– તપ નિર્જરાનું કારણ કેવી રીતે બને છે? તેમાં પણ બાહ્ય તપથી નિર્જરા કેમ થાય ? બાહ્ય તપમાં તો કેવળ કાયકષ્ટ થાય છે. જો માત્ર કાયકષ્ટથી નિર્જરા થતી હોય તો જેમ જેમ કાયકષ્ટ વધારે તેમ તેમ