Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 290
________________ ૨૬૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ ततः शब्दार्थयोः स्वरूपविशेषचिन्ताप्रतिबन्धः प्रणिधानमर्थसङ्क्रान्तिः काययोगोपयुक्तध्यानस्य वाग्योगसञ्चारः वाग्योगोपयुक्तध्यानस्य वा मनोयोगसञ्चार इत्येवमन्यत्रापि योज्यं, इत्थंलक्षणो विचार इत्यस्ति वितर्कविचारयोः प्रतिविशेष इति ॥ एतदभ्यन्तरं तप इत्यादि, संवरप्रस्तावे इदमुक्तं 'तपसा निर्जरा चे 'ति संवरो निर्जरा च भवति, उभयं करोति तपः, तच्च तपो बाह्यमभ्यन्तरं च संवरकारणं, संवररूपत्वाच्च स्थगिताश्रवद्वारस्य अभिनवकर्मोपचयप्रतिषेधकारिणे नापूर्वकर्म्मपुद्गलप्रवेशः, कर्मनिर्जरा चेति निर्जरणफलत्वात् कर्म्म निर्जरयति, परिशाटयतीत्यर्थः, ततश्चाभिनवकर्मोपचयप्रतिषेधकारित्वात् पूर्वोपचितकर्म्मनिर्जरकत्वाच्च सकलकर्म्मपरिक्षयान्निर्वाणप्रापकमिति ॥ ९-४७॥ સૂત્ર-૪૭ ટીકાર્થ— અર્થ-વ્યંજનમાં અને યોગોમાં સંક્રમણ કરવું તે સંક્રાન્તિ. અર્થ એટલે પરમાણુ આદિ કોઇ એક પદાર્થ. વ્યંજન એટલે પદાર્થનો વાચક શબ્દ. યોગ એટલે મન-વચન અને કાયા. તેમાં સંક્રાન્તિ કરવી, અર્થાત્ એક દ્રવ્યમાં અર્થના સ્વરૂપને વિચારીને વ્યંજનના (શબ્દના) સ્વરૂપનો વિચાર કરવો. વ્યંજન(=શબ્દ)ના સ્વરૂપનો વિચાર કરીને અર્થનો વિચાર કરવો એ અર્થ-વ્યંજન સંક્રાન્તિ છે. અહીં વર્ણ વગેરે પર્યાયો અર્થ છે. વ્યંજન એટલે શબ્દ. અહીં આ કહેવાનું થાય છે કે પહેલા શબ્દના પોતાના સ્વરૂપનું આલંબન કરવું. આ શબ્દનું આ સ્વરૂપ છે, આનો આ પર્યાય છે એમ વિચારવું. ત્યારબાદ તેના સંપૂર્ણ અર્થનું ચિંતન કરવું. ત્યારબાદ તે બેનું (શબ્દ-અર્થનું) વિશેષ ચિંતનના પ્રતિબંધ કરવા રૂપ પ્રણિધાન કરવું, અર્થાત્ ચિંતન વિના તેમાં જ એકાગ્ર બની જવું તે (વ્યંજન) અર્થ સંક્રાન્તિ છે. કાયયોગમાં ઉપયોગવાળા ધ્યાનનો વચનયોગમાં સંચાર અથવા વચનયોગમાં ઉપયોગવાળા ધ્યાનનો મનોયોગમાં સંચાર એ પ્રમાણે બીજે પણ યોજના કરવી. વિચાર આવા લક્ષણવાળો છે, અર્થાત્ વિચારનું આવું સ્વરૂપ છે, આથી વિતર્ક અને વિચારમાં ભેદ છે.

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330