Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૪૭
શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૫૯ યિદ્યપિ વિતર્કનો અર્થ વિકલ્પ ચિંતન થાય છે. પણ અહીં વિકલ્પ (વિતર્ક) પૂર્વગત શ્રુતના આધારે વિવિધ નયના અનુસાર કરવાનો હોવાથી તેમાં (વિકલ્પમાં) પૂર્વગત શ્રુતનું આલંબન લેવું પડતું હોવાથી ઉપચારથી વિતર્કનો શ્રત અર્થ કરવામાં આવ્યો છે તથા શ્રુત શબ્દથી સામાન્ય શ્રત નહીં પરંતુ પૂર્વગત શ્રત સમજવું.] (૯-૪૬)
टीकावतरणिका- सम्प्रति विचारस्वरूपनिरूपणायाहટીકાવતરણિકાર્થ-હવે વિચારના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છે– વિચારની વ્યાખ્યાविचारोऽर्थव्यञ्जनयोगसङ्क्रान्तिः ॥९-४७॥ સૂત્રાર્થ–અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિ એ વિચાર છે. (૯-૪૭) भाष्यं- अर्थव्यञ्जनयोगसङ्क्रान्तिर्विचार इति । एतदभ्यन्तरं तपः संवरत्वादभिनवकर्मोपचयप्रतिषेधकं निर्जरणफलत्वात्कर्मनिर्जरकम् । अभिनवकर्मोपचयप्रतिषेधकत्वात्पूर्वोपचितकर्मनिर्जरकत्वाच्च निर्वाणप्रापकमिति ॥९-४७॥
ભાષ્યાર્થ- અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિ એ વિચાર છે એ પ્રમાણે વિચાર શબ્દનો અર્થ છે. આ ધ્યાન અત્યંતર તપ છે. અત્યંતર તપ સંવરરૂપ હોવાથી નવા કર્મને એકઠા થતા રોકે છે અને નિર્જરાના ફળવાળું હોવાથી પૂર્વે બંધાયેલા) કર્મોનો નાશ કરે છે. એકઠા થતા નવા કર્મોને રોકતો હોવાથી અને પૂર્વે બંધાયેલા) કર્મોનો નાશ કરવાના ફળવાળું હોવાથી મોક્ષને પ્રાપ્ત કરાવનારું છે. (૯-૪૭)
टीका- अर्थव्यञ्जनयोर्योगेषु सङ्क्रमणं सङ्क्रान्तिः, अर्थःपरमाण्वादिः व्यञ्जनं-तस्य वाचकः शब्दो योगः-मनोवाक्कायलक्षणस्तेषु सङ्क्रान्तेः एकद्रव्ये अर्थस्वरूपाद् व्यञ्जनं व्यञ्जनस्वरूपादर्थं, वर्णादिकः पर्यायोऽर्थः व्यञ्जनं शब्दः, एतदुक्तं भवति-प्राक् शब्दस्य स्वतत्त्वावलम्बनमिदमस्य स्वरूपमयमस्य पर्यायस्ततस्तदर्थचिन्तनं साकल्येन,