Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૫૭
સૂત્ર-૪૫
પહેલા અને બીજા ભેદમાં તફાવત—
અવિવાર દ્વિતીયં શ્-૪॥
સૂત્રાર્થ– શુક્લધ્યાનનો બીજો ભેદ વિચારથી રહિત હોય છે. (૯-૪૫) भाष्यं - अविचारं सवितर्कं द्वितीयं ध्यानं भवति ॥४-४५ ॥ ભાષ્યાર્થ– બીજું ધ્યાન અવિચાર અને સવિતર્ક હોય છે. (૯-૪૫) टीका- अविद्यमानविचारं, अर्थव्यञ्जनसङ्क्रान्तियोगरहितमित्यर्थः, द्वितीयमिति सूत्रप्रामाण्यादेकत्ववितर्कमविचारं भवति ध्यानमिति
||૬-૪માં
ટીકાર્થ– જેમાં વિચાર વિદ્યમાન નથી તે અવિચા૨, અર્થાત્ અર્થ, વ્યંજન અને યોગની સંક્રાન્તિ રહિત તે અવિચાર. બીજું ધ્યાન સૂત્રના પ્રામાણ્યથી એકત્વ વિતર્ક અવિચાર એવું છે. (૯-૪૫)
भाष्यावतरणिका - अत्राह - वितर्कविचारयोः कः प्रतिविशेष इति । अत्रोच्यते
ભાષ્યાવતરણિકાર્ય– અહીં પ્રશ્ન કરે છે કે વિતર્ક અને વિચારમાં શો ભેદ છે ? અહીં ઉત્તર કહેવાય છે—
टीकावतरणिका - अत्राहेत्यादि वितर्कविचारयोर्विशेषमजानानः स्वरूपमनवगच्छन् परः पृच्छति, प्रतिविशेष इति प्रतिशब्दस्तत्त्वाख्यायां वर्त्तते, यथा शोभनश्चैत्रः प्रति मातरं एवं प्रतिविशेषः स्वरूपमितरेतरव्यावृत्तं तत्त्वं वितर्कसविचारयोः कीदृगिति तत्त्वमाख्यायतां, अत्रोच्यत इत्याह
ટીકાવતરણિકાર્ય અત્રાત્યા-િવિતર્ક અને વિચારના વિશેષને (=સ્વરૂપને) નહિ જાણતો બીજો પૂછે છે કે વિતર્ક અને વિચારમાં શો ભેદ છે ? અહીં પ્રતિ શબ્દ તાત્ત્વિક વ્યાખ્યાનના અર્થમાં છે. જેમકે ચૈત્ર દરેક માતાને સારો જણાય છે. એ પ્રમાણે અહીં પ્રતિવિશેષ શબ્દ અન્ય અન્યથી વ્યાવૃત્ત થયું છતું વિતર્ક અને વિચારનું તાત્ત્વિક સ્વરૂપ