Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૪૮ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૯
૨૬૭ विरतादनन्तानुबन्धिवियोजक इत्येवं शेषाः, यावज्जिनः सर्वेभ्य एवासङ्ख्येयगुणनिर्जर इति ॥९-४८॥ ટિકાર્થ– તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. જે સમ્યગ્દર્શનથી યુક્ત હોય તે સમ્યગ્દષ્ટિ, અર્થાત્ જે માત્ર સમ્યગ્દર્શનવાળો હોય તે સમ્યગ્દષ્ટિ. આચાર્ય વગેરેની સેવા કરનારો જે જીવ પ્રવચનના સારને સાંભળે તે શ્રાવક. સાંભળતો એવો તે સઘળા ચરણકરણનું પાલન કરવા માટે અસમર્થ ગૃહસ્થને યોગ્ય અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રતરૂપ ધર્મને યથાશક્તિ આચરે તે શ્રાવક છે. અથવા બાર પ્રકારના શ્રાવકાચારરૂપ ધર્મના એક દેશને આચરનારો પણ શ્રાવક છે.
જે સઘળા પ્રાણાતિપાતથી જીવનપર્યત અટકેલો છે તે વિરત છે. એ પ્રમાણે સઘળા મૃષાવાદ વગેરેથી પણ અટકેલ છે તે વિરત છે. જેનો અંત ન આવે એવો સંસાર છે. તેના અનુબંધવાળા ક્રોધાદિ પણ અનંત કહેવાય છે. અનંતાનુબંધી ક્રોધાદિનો વિયોગ કરે છે=ક્ષય કરે છે અથવા ઉપશમ કરે છે તે અનંતવિયોજક છે.
અનંતાનુબંધી ચાર કષાયો સમ્યકત્વ, મિથ્યાત્વ અને તદુભય એ દર્શનમોહ છે અને આ સાત પ્રકારના દર્શનમોહનો ક્ષય કરનાર દર્શનમોક્ષપક છે, તથા આ સાતનો જ ઉપશમ કરનાર દર્શનમોહઉપશમક છે.
સોળ કષાયો, સમ્યક્ત્વ-મિથ્યાત્વ-સમ્યકૃમિથ્યાત્વ એ દર્શનત્રિક, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા એ હાસ્યષક, સ્ત્રી-પુરુષનપુંસક એ ત્રણ વેદ એમ અઠ્ઠાવીસ મોહના ભેદો છે. એ અઠ્ઠાવીસ પ્રકારના મોહનો ઉપશમ કર્યો હોવાથી ઉપશાંતમોહ છે. આ જ સઘળા પ્રકારના મોહનો ક્ષય કર્યો હોવાથી મોહક્ષપક છે. અહીં ક્ષય અને ઉપશમની ક્રિયાથી વિશિષ્ટ જીવનું ગ્રહણ કરવું, અર્થાત્ મોહનો ઉપશમ અને ક્ષયની ક્રિયાને કરી રહેલો જીવ મોહોપશમક અને મોહક્ષપક કહેવાય છે. જેણે સઘળા મોહનો ક્ષય કરી નાખ્યો છે તે ક્ષણમોહ.