Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 304
________________ ૨૭૪ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૪૯ જ્ઞાન, ચારિત્ર. આવા જ્ઞાન, ચારિત્ર મોક્ષના હેતુ છે. પુલાકો તેનાથી સદાય ભ્રષ્ટ થયેલા હોતા નથી. શ્રદ્ધાના અનુસાર ક્રિયાને આચરતા અને લબ્ધિનો ઉપયોગ કરતા નિગ્રંથો પુલાક હોય છે. લબ્ધિનો ઉપયોગ કરતા પુલાકો આત્માને નિઃસાર કરે છે. પુલાકો અપ્રમાદી હોય છે એમ બીજાઓ કહે છે. કેમ કે હેતુભૂત જિનોક્ત આગમથી મુક્તિના સાધનોમાં ક્યારેય પ્રમાદ કરતા નથી." બકુશ– બકુશ એટલે ચિત્ર-વિચિત્ર પર્યાયવાળા. શબલ એટલે ભાતભાતના વર્ણવાળો, અર્થાત્ કાબરચીતરો. જેમકે એક જ વસ્ત્ર ક્યાંક કાળુ હોય, ક્યાંક લાલ હોય, એમ બકુશ નિગ્રંથ પણ અતિચાર સહિત હોવાથી ચારિત્રને ચિત્ર-વિચિત્ર કરે છે, અર્થાત્ વિશુદ્ધિ અને અવિશુદ્ધિથી મિશ્ર સ્વરૂપવાળું કરે છે. બકુશના શરીરબકુશ અને ઉપકરણબકુશ એમ બે પ્રકાર છે. તેને ભાષ્યકાર કહે છે– સૈન્ચે પ્રતિ પ્રસ્થિતી ત્યવિનિગ્રંથનો ભાવ તે નૈરૈધ્ય. નૈધ્ય તરફ ચાલેલા, અર્થાત અઠ્ઠાવીસ પ્રકારના મોહનીયકર્મના ક્ષય તરફ પ્રવૃત્ત થયેલા, એટલે કે મોહનીયકર્મના ક્ષયની સન્મુખ થયેલા, અર્થાત્ તેના ક્ષયને ઇચ્છનારા. શરીર એટલે અંગોપાંગનો સમૂહ. વસ્ત્રાદિ ઉપકારી હોવાથી ઉપકરણ છે. (બકુશો) શરીર અને ઉપકરણ સંબંધી વિભૂષાને કરવાના સ્વભાવવાળા હોય છે. શરીરબકુશ– શરીરનું રક્ષણ કરવાના કારણ વિના પણ હાથ-પગ અને મુખનું પ્રક્ષાલન કરવું. આંખ-કાન અને નાકના અવયવોમાંથી તેનો મેલ વગેરેને દૂર કરવો, દાતણ કરવું, વિભૂષા માટે વાળ ઓળવા. આવું આચરણ કરતો તે શરીરબકુશ થાય છે. ઉપકરણબકુશ– અકાળે જ ચોલપટ્ટો, કપડો વગેરેને ચોખ્ખા રાખવાના પ્રેમવાળો, પાત્ર, દાંડો વગેરેને પણ વિભૂષા માટે પ્રમાણસર ૧. અહીં ક્યારેય પ્રમાદ કરતા નથી એનો અર્થ લબ્ધિનો ઉપયોગ કરવા સિવાય ક્યારેય પ્રમાદ કરતા નથી એમ જાણવો.

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330