Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨ ૨૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૩૫
અવિનાશી, સતત તૃપ્તિ કરનારા અને અનુપમ એવા મુક્તિસુખને અવગણીને પ્રવર્તતા કામથી દૂષિત ચિત્તવાળા આગામી ભવના વિષયસુખોમાં આસક્ત જીવો જે નિદાન કરે છે તે નિદાનરૂપ આર્તધ્યાન છે. આ જ અર્થ ભાષ્યકારે કામોપવિત્તાનાં પુનર્મવવિષય/ઉપૃદ્ધાનાં નિદાનમાર્તધ્યાન મવતિ એ પ્રમાણે અન્ય વિભક્તિથી જણાવ્યો છે.
તથા આ ચારે ય પ્રકારના ધ્યાનના શોક વગેરે લક્ષણો છે, જે લક્ષણોથી આ આર્તધ્યાન કરે છે એમ જણાય છે. હાથના તળિયા ઉપર કરમાયેલું મુખ રાખીને શોક કરે છે, આક્રન્દન કરે છે, વિલાપ કરે છે. હા! અહો ! કષ્ટને ધિક્કાર છે. તથા કલહ, માત્સર્ય, અસૂયા, અરતિ, સ્ત્રીકથા, ભોજનકથા, મિત્રાનુરાગ અને સ્વજનાનુરાગ આર્તધ્યાનના સ્પષ્ટ લક્ષણો છે. (૯-૩૪)
टीकावतरणिका- इदमार्त्तध्यानं सभेदकमभिधायाधुनाऽस्यैव ध्यातारः स्वामिनो निरूप्यन्त इति तदर्थमाह
ટીકાવતરણિતાર્થ– આર્તધ્યાનને ભેદ સહિત કહીને હવે એના જ ધ્યાતા સ્વામીઓનું નિરૂપણ કરવામાં આવે છે. આથી આર્તધ્યાનના સ્વામીઓનું નિરૂપણ કરવા માટે કહે છે– આર્તધ્યાનના સ્વામીतदविरतदेशविरतप्रमत्तसंयतानाम् ॥९-३५॥
સૂત્રાર્થ–આર્તધ્યાન અવિરત, દેશવિરત અને પ્રમત્ત સંયમીઓને હોય છે. (૯-૩૫)
भाष्यं तदेतदातध्यानमविरतदेशविरतप्रमत्तसंयतानामेव भवति ॥९-३५॥ ભાષ્યાર્થ-તે આ આર્તધ્યાન અવિરત, દેશવિરત અને પ્રમત્તસંયતોને જ હોય છે. (૯-૩૫)
टीका- तदित्यार्त्तमभिसम्बध्यते, तदातध्यानमविरतसम्यग्दृष्ट्यादीनां त्रयाणां स्वामिनां सम्भवति, अस्य त्रयः स्वामिनश्चतुर्थपञ्चमषष्ठगुणस्थानवर्तिनः क्रमेणाविरतदेशविरतप्रमत्तसंयताः, अविरतश्चासौ सम्यग्दृष्टि