Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૩૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૨૭ યોગોમાં) અનાદરથી પ્રમત્તસંયત થાય છે. તેથી સંક્લેશકાળમાં વર્તતો જીવ પ્રમત્તસંયત છે. આ ત્રણેય પણ આર્તધ્યાનવાળા થાય છે, અર્થાત્ આ ત્રણેય આર્તધ્યાનના સ્વામી છે. આ આર્તધ્યાન અવિરત આદિને જ હોય છે, અપ્રમત્તસંયતાદિને ન હોય. આ આર્તધ્યાન અતિશય સંક્લિષ્ટ નથી અને કાપોત-નીલ-કૃષ્ણ લેશ્યાને અનુસરનારું જાણવું. (૯-૩૫)
टीकावतरणिका- सम्प्रति रौद्रध्यानं सस्वामिकमभिधित्सुराहટીકાવતરણિકાળું– હવે સ્વામી સહિત રૌદ્રધ્યાનનું પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે–
રૌદ્રધ્યાનના ભેદો અને સ્વામી हिंसाऽनृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशविरतयोः
૨-રૂદ્દા સૂત્રાર્થ– હિંસા, અસત્ય, ચોરી અને વિષયસંરક્ષણ માટે થતો સ્મૃતિસમન્વાહાર રૌદ્રધ્યાન છે. આ ધ્યાન અવિરત અને દેશવિરત જીવોને હોય છે. (૯-૩૬)
भाष्यं- हिंसार्थमनृतवचनार्थं स्तेयार्थं विषयसंरक्षणार्थं च स्मृतिसमन्वाहारो रौद्रध्यानं तदविरतदेशविरतयोरेव भवति ॥९-३६॥
ભાષ્યાર્થ– હિંસા માટે, અસત્ય વચન માટે, ચોરી માટે અને વિષયોના સંરક્ષણ માટે થતો સ્મૃતિસમન્વાહાર(=એકાગ્રચિત્તે વિચાર) રૌદ્રધ્યાન છે. તે ધ્યાન અવિરત અને દેશવિરત જીવોને હોય છે. (૯-૩૬) ____टीका- हिंसाऽनृतं स्तेयं विषयसंरक्षणं चेति द्वन्द्वः, ततो द्वन्द्वसमासाभिनिवृत्तात् प्रातिपदिकात्तादर्थ्य चतुर्थीबहुवचनं, हिंसा) हिंसाप्रयोजनं भवति रौद्रं ध्यानं, एवमनृताय स्तेयाय विषयसंरक्षणाय चेति वाच्यं, रौद्रमित्युक्तनिर्वचनं, अविरतश्च देशविरतश्च कृतद्वन्द्वौ स्वामिनौ रौद्रध्यानस्य निर्दिष्टौ षष्ठीद्विवचनेन । एतदेव भाष्यकारो १. सिद्धसेनीयायां किञ्चिदूनं सार्धं पृष्ठं व्यत्ययेन मुद्रितं, ततो रौद्रध्यानीयः पाठो धर्मध्याने, तत् विमृश्य वाच्यं सुधीभिः