Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૩૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૩૭ अत्र च श्रेणिप्राप्त्यभिमुखः प्रथमकषायान् दृष्टिमोहत्रयं चाविरतसम्यग्दृष्टिदेशविरतप्रमत्ताप्रमत्तसंयतानामन्यतम उपशमश्रेण्याभिमुख्यादुपशमयति, क्षपकक्षेण्याभिमुख्यात् क्षपयति, यथोक्तं
"क्षपयति तेन ध्यानेन ततोऽनन्तानुबन्धिनश्चतुरः । मिथ्यात्वं सम्मिश्रं सम्यक्त्वं च क्रमेण ततः ॥१॥ क्षीयन्ते हि कषायाः प्रथमास्त्रिविधोऽपि दृष्टिमोहश्च" इत्यादि॥९-३७॥ ટીકાર્થ– આજ્ઞા વગેરે (ચાર) શબ્દોનો દ્વન્દ સમાસ કરીને વિચય શબ્દની સાથે ષષ્ઠી તપુરુષ સમાસ છે. આજ્ઞા આદિનો વિચય. વિચય એટલે પર્યાલોચન. વિચય શબ્દનો આજ્ઞા વગેરે પ્રત્યેક શબ્દની સાથે સંબંધ છે. બારાડપાય-વિષા-સંસ્થાનવિય શબ્દથી તાદાશ્મમાં ચોથી વિભક્તિ છે. ધર્મ શબ્દની વ્યાખ્યા પૂર્વે (૨૯મા સૂત્રની ટીકામાં) કરી છે. “અપ્રમત્તસંવતએ પ્રમાણે સ્વામીનો નિર્દેશ કર્યો છે.
(૧)આજ્ઞાવિચય– આજ્ઞા એટલે સર્વજ્ઞ પ્રણીત આગમ. સર્વજ્ઞ પ્રણીત આજ્ઞાને આ પ્રમાણે વિચારે. સર્વજ્ઞ પ્રણીત આજ્ઞા પૂર્વાપર વિશુદ્ધ છે(=પૂર્વની આજ્ઞાનો પછીની આજ્ઞાની સાથે વિરોધ ન આવે તેવી છે), નિપુણ છે, સઘળા જીવસમૂહનું હિત કરનારી છે, નિર્દોષ છે, મહાન અર્થવાળી છે, મહાપ્રભાવશાળી છે, નિપુણલોકોથી જાણી શકાય તેવી છે, દ્રવ્ય-પર્યાયના વિસ્તારવાળી( દ્રવ્ય-પર્યાયના વિસ્તૃત વર્ણનવાળી) છે તથા અનાદિ અનંત છે. કારણ કે “બાર અંગવાળું આ ગણિપિટક ક્યારેય ન હતું એવું નથી.” ઈત્યાદિ વચન છે.
તથા પર્યાલોચન કરવામાં પણ આ પ્રમાણે પર્યાલોચન કરે- જેમના રાગ-દ્વેષ-મોહ ક્ષીણ થઈ ગયા છે તેવા સર્વજ્ઞો અન્યથા(=અસત્ય) ન કહે. આ પ્રમાણે આજ્ઞાનો એકાગ્રચિત્તે વિચાર તે પહેલું ધર્મધ્યાન કહેવાય છે. १. देशयतायतेन सम्यग्दृगप्रमत्तप्रमत्तेषु ॥२॥ पाणिग्राहारीस्तान्, निहत्य विगतस्पृहो विदीर्णभयः । प्रीतिसुखमपक्षोभः, प्राप्नोति समाधिमत्स्थानम् ॥३॥ इति