Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૨૦૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ સૂત્ર-૨૪ ગચ્છોનો સમૂહ કુળ છે. તેમાં જેઓ આચાર્યના ગુણોથી યુક્ત છે તેમની પરંપરાનું હોવું(=વિદ્યમાનતા) તે કુળ છે. કારણ કે તેમની પ્રધાનતા છે.
સંઘ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચાર પ્રકારનો સંઘ. સંઘમાં જેઓમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણો છે તે સાધુ વગેરે પરમાર્થથી સંઘ છે. સાધુઓ એટલે સંયતો.
પ્રશ્ન- સંયતીઓ પણ સાધુપદમાં જ ગણાય તો પછી સાધુઓ એટલે સંયતો અને સંયતીઓ એમ ન જણાવતા માત્ર સંયતો જ કેમ જણાવ્યા?
ઉત્તર– ધર્મમાં પુરુષની પ્રધાનતા છે એમ જણાવવા માટે સાધુઓ એટલે સંયતો એમ જણાવ્યું છે. જ્ઞાનાદિરૂપ આત્મશક્તિઓથી મોક્ષને સાધે તે સાધુઓ. સંયત એટલે મૂલોત્તરગુણોથી યુક્ત. બાર પ્રકારના સંભોગને ધારણ કરનારા સાધુઓ સમનોજ્ઞ છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર મનોજ્ઞ(=મનોહર) છે. મનોજ્ઞોથી સહિત તે સમનોજ્ઞ. અથવા તે સંભોગકારણો સંવિગ્નોમાં પણ છે.
“પ્રણામ રૂત્યાતિ, ઉષા એ પદથી આચાર્યથી પ્રારંભી સમનોજ્ઞ સુધીના શબ્દોનો સંબંધ છે. અન્ન-પાન વગેરે પ્રસિદ્ધ છે. ઉપગ્રહ એટલે ઉપકાર. શુશ્રુષા એટલે વિશ્રામણા(=અંગમર્દન) વગેરે. ભેષજ ક્રિયા એટલે બિમારીમાં બિમારીને અનુરૂપ ઔષધ આપવું. કાંતાર એટલે જંગલ. જંગલી પશુઓ ઘણા હોવાથી વિષમ. દુર્ગ એટલે ખાડા-કાંટાદિથી યુક્ત. ઉપસર્ગ એટલે તાવ, ઝાડા, ખાંસી, શ્વાસ અને મરકી વગેરે. અભ્યપપત્તિ એટલે ઉદ્ધાર કરવો, પરિપાલન કરવું, અન્ન-પાન આદિથી રક્ષણ કરવું તે વૈયાવૃત્ય છે. (૯-૨૪).
टीकावतरणिका- सम्प्रति स्वाध्यायोऽभिधीयते१. धम्मो पुरिसप्पभवो पुरिसवरदेसिओ पुरिसजिट्ठो । लोए वि पहू पुरिसो किं पुण लोगुत्तमे धम्मे॥
(શ્રી ધર્મદાસગણિકૃત ઉપદેશમાલા ગા.૧૬). ૨. શબ્દાર્થ આ પ્રમાણે છે- પ્રચિત=એકઠાં થયેલાં. ખાડા-કાંટા વગેરે જેમાં એકઠાં થયા છે તે
गर्ताकण्टकादिप्रचितम् ।