Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૨૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૧૧
ભાષ્યાર્થ– બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારનો વ્યુત્સર્ગ છે. તેમાં બાર પ્રકારની ઉપધિનો વ્યુત્સર્ગ બાહ્ય છે. શરીર અને કષાયોનો વ્યુત્સર્ગ અત્યંતર છે. (૯-૨૬)
टीका - व्युत्सर्गे द्विविध इत्यादि, विविधस्योत्सर्गो व्युत्सर्गः, संसक्तासंसक्तपानादेर्विधिना प्रवचनविहितेनोत्सर्गे व्युत्सर्गः, स द्विप्रकार: बाह्याभ्यन्तरभेदात्, तत्र बाह्यो बाह्यस्य तावद् द्वादशरूपकस्योपधेः पात्रतद्बन्धपात्रस्थापनादीनि द्वादश रूपाण्यस्येति द्वादशरूपकः उपग्राहकत्वादुपधिः आभ्यन्तरः शरीरस्य कषायाणां चेति शरीरस्य पर्यन्तकाले विज्ञायाकिञ्चित्करत्वं शरीरकं परित्यजति - उज्झति, यथोक्तं“નંપિ મે રૂમ સરીર . તમિત્યાદિ, જોધાવ્ય: ઋષાયાઃ સંસારपरिभ्रमणहेतवस्तेषां व्युत्सर्गः - परित्यागो मनोवाक्कायैः कृतकारितानुમતિમિશ્રુતિ ૫૬-રા
ટીકાર્થ— ‘વ્યુત્પર્શે દ્વિવિષે:' ત્યાદ્દિ વિવિધનો ઉત્સર્ગ તે વ્યુત્સર્ગ. સંસક્ત કે અસંસક્ત પાણી આદિનો શાસ્ત્રોક્ત વિધિથી ત્યાગ તે વ્યુત્સર્ગ. વ્યુત્સર્ગ બાહ્ય અને અત્યંતર એવા ભેદથી બે પ્રકારનો છે. તેમાં પાત્ર, પાત્રબંધ(=પાત્ર જેમાં રખાય છે અને બંધાય છે તે ઝોળી) અને પાત્રસ્થાપન(=ગુચ્છા) વગેરે બાર પ્રકારની બાહ્ય ઉપધિનો ત્યાગ તે બાહ્ય વ્યુત્સર્ગ છે. ઉપગ્રહ(=ઉપકાર) કરવાના કારણે ઉપધિ કહેવાય છે. અંતકાળે શરીર કંઇ કરી શકે તેવું નથી એમ જાણીને શરીરને તજેછોડે. કહ્યું છે કે— “જે આ ઇષ્ટ, કાંત, પ્રિય અને મનોજ્ઞ મારું શરીર છે તેને પણ હું મારા છેલ્લા શ્વાસોશ્વાસે ત્યાગ કરી દઇશ. (ભગ.સૂ. શ.૨ ઉ.૧ સ્કંદક અણગારના વર્ણનમાં)
સંસાર પરિભ્રમણનું કારણ ક્રોધાદિ કષાયોનો મન-વચન-કાયાથી અને કૃત-કારિત-અનુમતિથી પરિત્યાગ એ અત્યંતર વ્યુત્સર્ગ છે. (૯-૨૬) टीकावतरणिका - सम्यक्त्वादित्रयं मोक्षसाधनं, तत्रापि ध्यानं गरीय:, तन्निरूपणायाहનીયઃ,