Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૫૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૧૮ એકમાં એકી સાથે ઓગણીસ હોય અને બાવીસ કેમ ન હોય એ અંગે કહે છે–
અત્યન્તવિરોધિત્વાન્ કૃતિ અતિશય વિરોધી હોવાથી. શીત-ઉષ્ણમાં સાથે ન રહેવા રૂપ વિરોધ છે. એથી પરસ્પરને છોડીને રહે છે. અત્યન્ત શબ્દનું ગ્રહણ પર્યાયનયની વિવક્ષાનું પ્રાધાન્ય જણાવવા માટે છે. શીતઉષ્ણ એ બે પર્યાયો અત્યંત ભિન્ન છે, વિરુદ્ધ છે. તે બેનું એકી સાથે એકત્વથી(=ભેગા મળીને) અવસ્થાન નથી. દ્રવ્યાસ્તિકનયની અપેક્ષાએ વિચારવામાં આવે તો દૂર કરાયા છે સઘળા પર્યાયો જેના વડે એવું દ્રવ્ય જ શીત છે અને ઉષ્ણ છે. ઊભા થઈને બેઠેલા પુરુષની જેમ અથવા ફણાને ઊંચી કરીને ફણા રહિત બનેલા સર્પની જેમ કોઇ વિરોધ નથી. તથા ચર્યા-શયા-નિષદ્યામાંથી એક હોય ત્યારે (બીજા) બે ન હોય. ચર્યા હોય ત્યારે નિષદ્યા અને શય્યા ન હોય. નિષદ્યા હોય ત્યારે ચર્યા અને શયા ન હોય. શય્યા હોય ત્યારે નિષદ્યા અને ચર્યા ન હોય. આથી તે બેનો ત્યાગ હોય. (૯-૧૭)
टीकावतरणिका- इत्युक्तः परीषहजयः, सम्प्रति प्रस्तावप्राप्त चारित्रमुच्यते
ટકાવતરણિકાર્થ આ પ્રમાણે પરિષહનો જય કહ્યો. હવે પ્રસંગથી પ્રાપ્ત ચારિત્રને કહેવાય છે– ચારિત્રનું વર્ણન सामायिकच्छेदोपस्थाप्यपरिहारविशुद्धिसूक्ष्मसम्पराययथाख्यातानि चारित्रम् ॥९-१८॥
સૂત્રાર્થ– સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાવાત એમ પાંચ) ચારિત્ર છે. (૯-૧૮)
भाष्यं-सामायिकसंयमः छेदोपस्थाप्यसंयमः परिहारविशुद्धिसंयमः सूक्ष्मसम्परायसंयमः यथाख्यातसंयम इति पञ्चविधं चारित्रम् । तत्पुलाकादिषु विस्तरेण वक्ष्यामः ॥९-१८॥