Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૭૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૧૯ નામ શબ્દ વાક્યની શોભા માટે છે અથવા નામ વચનવાળો છે, અર્થાત્ તપનું વિવિક્તશય્યાસનતા એવું નામ છે એ જણાવવા માટે છે.
તે મનાવાધે ઈત્યાદિ આનું જ વિવરણ છે. પર્યાયવાચી શબ્દો કહેવા દ્વારા વ્યાખ્યાન છે. વિવિક્ત, એકાંત, અનાબાધ, અસંસક્ત અને સ્ત્રીપશુપંડકવર્જિત એ પ્રમાણે પર્યાયો=પર્યાયવાચી શબ્દો છે.
નવા રૂતિ અબાધ એટલે શરીરનો ઉપઘાત. તે જેમાં નથી તે અનાબાધ. સંસવા રૂતિ અસંસક્ત એટલે સૂક્ષ્મ-સ્કૂલ જીવોથી રહિત. ત્રીપશુપવિતે રૂતિ સ્ત્રી એટલે મનુષ્યની સ્ત્રીઓ. પશુઓ એટલે ગાય-ભેંસ-બકરી-ઘેટી વગેરે. પંડક એટલે નપુંસક. પરમાર્થથી આ વસતિ ચારિત્રના ઉપઘાતવાળી છે.
તે જ એકાંત આદિ ગુણવાળા ઉપાશ્રયાદિનું નિરૂપણ શૂન્યાIR ઇત્યાદિથી કરે છે- શૂન્યાગાર એટલે દોષરહિત શૂન્યઘર. દેવકુલ એટલે દુગદિવી વગેરેનું મંદિર વગેરે. સભા એટલે જ્યાં પહેલાં મનુષ્યો ભેગા થતા હતા, હવે ત્યાં ભેગા થતા નથી તેવી સભા. પર્વતગુહા એટલે પર્વતવિવર, અર્થાત્ પર્વત ઉપર રહેલા નગર આદિમાં હોય તેવા વિશ્રામસ્થાનો. આદિ શબ્દના ગ્રહણથી જીર્ણ ઉદ્યાનાદિમાં રહેલ મંડપ આદિ બીજું પણ ગ્રહણ કરાય છે. યથોક્ત સ્થાનોમાંથી કોઈ સ્થાનમાં રહેવું. શા માટે એમ જો પૂછવામાં આવે તો સમધ્યર્થમ=સમાધિ માટે. સમાધિ જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ-વીર્ય એમ પાંચ પ્રકારે છે. સમાધાન તે સમાધિ, અર્થાત્ સ્વસ્થતા. જ્ઞાનાદિની હાનિ ન થવી અને વિશેષ વૃદ્ધિ થવી તે સમાધિ. આ પ્રમાણે આ સંલીનતા તપવિશેષ છે. ઇંદ્રિયોને અને અંતઃકરણ(=મન) સહિત કષાય સમૂહને કાબૂમાં રાખીને વિવિક્ત એવા શપ્યાસનનું સેવન કરનારને સંલીનતા થાય છે. પ્રાપ્ત ઇંદ્રિયોના વિષયોમાં રાગ-દ્વેષથી રહિત બનવું એ ઇંદ્રિય સંલીનતા છે. ક્રોધનો ઉદય ન થવા દેવો અને ઉદયમાં આવેલા ક્રોધને નિષ્ફળ બનાવવો એ કષાયસંલીનતા છે. એ પ્રમાણે શેષ કષાયો અંગે પણ જાણવું. અકુશળ મનનો નિરોધ કરવો અને કુશળ ચિત્તની ઉદીરણા કરવી(કુશળ ચિત્ત