Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૨૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૮૫ एवमेभिरालोचनादिभिः कृच्छस्तपोविशेषैर्जनिताप्रमादः तं व्यतिक्रम प्रायश्चेतयति, चेतयंश्च न पुनराचरतीति । अतः प्रायश्चित्तम्, अपराधो वा प्रायस्तेन विशुध्यत इति । अतश्च प्रायश्चित्तमिति ॥९-२२॥
ભાષ્યાર્થ– પ્રાયશ્ચિત્ત નવ પ્રકારનું છે. તે આ પ્રમાણે- આલોચન, પ્રતિક્રમણ, આલોચન-પ્રતિક્રમણ, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન.
આલોચન, વિવરણ, પ્રકાશન, આખ્યાન અને પ્રાદુષ્કરણ આ પ્રમાણે અનર્થાતર છે.
પ્રતિક્રમણ, મિથ્યાદુષ્કૃતસંપ્રયુક્તપ્રત્યવમર્શ, પ્રત્યાખ્યાન અને કાયોત્સર્ગકરણ (આ પ્રમાણે એક અર્થ છે).
તદુભય એટલે આલોચન અને પ્રતિક્રમણ બને. વિવેક, વિવેચન, વિશોધન અને પ્રત્યુપેક્ષણ એ પ્રમાણે અનર્થાતર છે. આ પ્રાયશ્ચિત્ત સંસક્ત અન્નપાન-ઉપધિ-શપ્યાદિમાં હોય.
વ્યુત્સર્ગ અને પ્રતિષ્ઠાપન એ પ્રમાણે અનર્થાતર છે. આ (કાયોત્સર્ગ) પણ અષણીય અન્ન અને ઉપકરણાદિમાં તથા અશકનીય વિવેકવાળી વસ્તુઓમાં હોય.
અનશનાદિ અને ચંદ્રપ્રતિમા વગેરે અનેક પ્રકારનો પ્રકીર્ણ બાહ્યતા છે.
છેદ, અપવર્તન અને અપહાર એ પ્રમાણે અનર્થાતર છે. છેદ પ્રવ્રજ્યા દિવસ, પક્ષ, માસ અને વર્ષ એમાંથી કોઈનો થાય.
પરિહાર પ્રાયશ્ચિત્તનું પરિમાણ એક માસ વગેરે છે.
ઉપસ્થાપન, પુનર્દીક્ષણ, પુનશ્ચરણ અને પુનર્વતારોપણ એ પ્રમાણે અનર્થાતર છે.
તે આ નવ પ્રકારનું પ્રાયશ્ચિત્ત દેશ, કાળ, શક્તિ, સંહનન અને કાયઇંદ્રિય-જાતિ-ગુણોના ઉત્કર્ષથી કરેલી સંયમવિરાધનાને પામીને (=જોઇને) યથાયોગ્ય અપાય છે અને કરાય છે.