Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૨૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૯૧ તદ્યથા ઈત્યાદિથી નવેય ભેદોને અલગ કરીને બતાવે છે. તદુમયં ના અર્થને કહે છે- આલોચન અને પ્રતિક્રમણ. (તડુમયમાં રહેલા) તત્ પદથી આલોચન અને પ્રતિક્રમણનો સંગ્રહ કર્યો છે. આ ત્રીજો ભેદ છે. આલોચન વગેરેનું ભાષ્યકાર જ વિવરણ કરે છે.
આલોચના– (આલોચન શબ્દમાં આ એટલે) આ મર્યાદાથી જેવી રીતે મંદબુદ્ધિ બાળક કાર્યને કે અકાર્યને નિર્દોષપણે(=કંઈ પણ છુપાવ્યા વિના) કહી દે છે તેમ સાધુ આલોચના કરવા યોગ્ય ગુરુને કહે, ગુરુની પ્રત્યક્ષ કરે, અર્થાત્ ગુરુને બતાવે, પ્રગટ કરે તેમાં ગમનાગમન વગેરે કોઈ અતિચાર પ્રમાદથી થયેલી ક્રિયાની વિશુદ્ધિ માટે આલોચના કરવા માત્રથી વિશુદ્ધ થાય છે.
તે આલોચનાના એક અર્થવાળા પર્યાયોઆલોચન– આલોચન એટલે મર્યાદાથી ગુરુને નિવેદન કરવું. વિવરણ–વિવરણ એટલે પિંડરૂપે કરેલા કથનનું દ્રવ્યાદિ ભેદથી વિવરણ કરવું.
પ્રકાશન–પ્રકાશન એટલે ગુરુના ચિત્તમાં અતિચારોનું સમ્યફ સ્થાપન
કરવું.
આખ્યાન–પહેલાં સરળપણે કહેવું તે આખ્યાન. પ્રાદુષ્કરણ–નિંદા-ગહ દ્વારા પ્રાદુષ્કરણ. આ પ્રમાણે અનર્થાતર છે–પરમાર્થથી એકાર્યપણું છે. ‘પ્રતિક્રમણ' ઇત્યાદિનું ભાષ્યકાર સ્વયમેવ વિવરણ કરે છે–
અતિચારની સન્મુખતાનો ત્યાગ કરીને ઉલટું જવું=પાછા ફરવું તે પ્રતિક્રમણ. એને કહે છે- મિથ્યા એટલે ખોટું, ઉસૂત્ર કે ઉન્માર્ગદુષ્ટ(કન કરવા જેવું) કર્યું તે દુષ્કત, અર્થાત્ ચારિત્રની વિરાધના. તેનાથી સંપ્રયુક્ત. પ્રત્યવમર્શ એટલે પશ્ચાત્તાપ.
મેં આ સઘળું ન કરવા જેવું કર્યું છે, સ્વચ્છન્દપણે કર્યું છે, સૂત્રાનુસાર નથી કર્યું. (સંક્ષેપમાં- ખોટું કરવા બદલ પશ્ચાત્તાપ તે મિથ્યાદુષ્કૃત-સંપ્રયુક્તપ્રત્યવમશ) ફરી આ પ્રમાણે નહિ કરુંએવો ભાવતે પ્રત્યાખ્યાન પ્રતિક્રમણ છે.