Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૭૯ પ્રવર્તાવવું) એ પ્રમાણે વાણી પણ કહેવી. કાયવ્યાપારમાં જેને પ્રયોજન ઉત્પન્ન થયું છે તે યતનાવાળા સાધુની સંલીનતા કહેવાય છે. પ્રયોજન વિના સ્થિર આસન જ શ્રેયસ્કર છે. (આ યોગ સંલીનતા છે. અહીં ચાર પ્રકારની સંલીનતામાં ઇંદ્રિયસલીનતા, કષાયસલીનતા અને યોગસંલીનતા એમ ત્રણ સંલીનતા કહી. ચોથી) વિવિક્તચર્યાસલીનતા તો ભાષ્યકારવડે જ કહેવાઈ ગઈ છે.
કાયક્લેશતપ “યવસ્સેશોનેવિઘ' ફત્યાદિ, કાય એટલે શરીર, તેને ક્લેશ=બાધા તે કાયક્લેશ. કાયા અને આત્મા સંસારાવસ્થામાં દૂધ-પાણીની જેમ અન્યોન્ય એકમેક થયેલા હોવાથી કાયા અને આત્માનો અભેદ છે. આથી કાયાને બાધા થાય ત્યારે કાયા દ્વારા આત્માને પણ ક્લેશની ઉપપત્તિ=પ્રાપ્તિ થાય છે. (આત્માને પણ ક્લેશ થાય એ ઘટી શકે છે.) સભ્ય યોનિગ્રહો THઃ એ સૂત્રથી સમ્યફ શબ્દના ગ્રહણની અનુવૃત્તિ થાય છે અને તે વિશેષણ કાયક્લેશનું છે. આગમાનુસારીઓને સમ્યકૂકાયક્લેશની ઉત્પત્તિ નિર્જરા માટે થાય છે અને અનેક પ્રકારવાળો કાયક્લેશ આગમમાં કહેવાયેલ છે. તદ્યથા ઇત્યાદિથી કાયક્લેશના અનેક પ્રકારોને બતાવે છે
થાન–વીરાસન' રૂત્યાદ્રિ સ્થાનશબ્દના ગ્રહણથી ઊભા રહેવા રૂપ કાયોત્સર્ગનું ગ્રહણ કરવું. સ્વશક્તિ પ્રમાણે અભિગ્રહવિશેષથી ચંદ્રાવતંસક રાજાની જેમ તેના કાળનો નિયમ જાણવો. (ખુરશી ઉપર બેઠેલાની જેમ) જાનુપ્રમાણ આસન ઉપર બેઠેલાની નીચેથી તે આસન ખેચી લેવામાં આવે અને બેસનાર તે જ અવસ્થામાં રહે તે વીરાસન કાયક્લેશ નામનો તપ છે. તેમાં પણ પોતાની શક્તિ પ્રમાણે અભિગ્રહવિશેષથી કાળનો નિયમ છે. ઉત્કટુક આસન તો પ્રસિદ્ધ જ છે. આસન વિના જેના પગોની બે પેનીઓ ભૂમિને ન અડે તેનું આસન ઉત્કટુક આસન છે. એકપાર્શ્વશાયિત્વ આ પ્રમાણે છે- કાલનિયમભેદથી અધોમુખ, ઊર્ધ્વમુખ કે તિરછું રહે તે કાયક્લેશ નામનો તપ છે. જેણે શરીરને સરળ કરી દીધું છે અને બે જંધાને ૧. એક સૂત્રમાં આવેલા શબ્દનો પછીના સૂત્રોમાં તે શબ્દના પ્રયોગ વિના તે શબ્દનું અનુસંધાન
કરવું તે અનુવૃત્તિ