Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૧૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૭૩ પ્રયત્નવાળો પણ સાધુ કોઈક અતિચારરૂપ કાદવથી જોડાય જ છે. આથી તેનો ત્યાગ કરવા માટે ઉપવાસ-છઠ્ઠ-અટ્ટમ ઇત્યાદિથી વિસ્તારથી ઉપન્યાસ કર્યો છે. અશન એટલે આહાર. તેનો ત્યાગ તે અનશન. અનશન ઇવર અને માવજીવિક એમ બે પ્રકારે છે. નમસ્કાર સહિત ( નવકારશી)થી પ્રારંભી છ માસના ઉપવાસ સુધીનો તપ ઇવર છે. માવજીવિક અનશન પાદપોપગમન, ઇંગિની અને ભક્તપ્રત્યાખ્યાન એમ ત્રણ પ્રકારનું છે.
પાદપોપગમન-તેમાં પાદપોપગમન સવ્યાઘાત અને અવ્યાઘાત એમ બે પ્રકારનું છે. આયુષ્ય વધારે) હોવા છતાં વ્યાધિ થવાના કારણે અથવા અતિશય ઘણી વેદનાના કારણે જે આયુષ્યનો ઉપક્રમ કરાય તે સવ્યાઘાત પાદપોપગમન છે. પ્રવ્રજ્યા-શિક્ષાપદ આદિ ક્રમથી જેનું શરીર જરાથી જર્જરિત થયું છે તે પાદપોપગમન અનશન કરે તે નિર્ચાઘાત છે. ચારે ય આહારનું પ્રત્યાખ્યાન કરનાર સાધુ જીવરહિત સ્થાનમાં વૃક્ષની જેમ એક પડખે શરીરને જરાપણ હલાવ્યા વિના પડી રહે. પ્રશસ્ત ધ્યાનમાં વ્યાકૃત અંત:કરણવાળો તે પ્રાણ જાય ત્યાં સુધી આવી સ્થિતિમાં રહે. આ પાદપોપગમન નામનું અનશન છે.
ઈગિની- ઇંગિની એટલે શ્રુતમાં વિહિત ક્રિયાવિશેષ. તેનાથી વિશિષ્ટ મરણ તે ઇંગિનીમરણ. ઇંગિનીમરણ સ્વીકારનાર પણ પ્રવ્રજ્યા સ્વીકાર આદિ ક્રમથી, આયુષ્યની હાનિને જાણીને, સઘળા ઉપકરણોને લઈને સ્થાવર-જંગમ જીવોથી રહિત સ્થાનમાં એકલો રહે. ચારે આહારનો ત્યાગ કરે. છાયામાંથી ઉષ્ણપ્રદેશમાં અને ઉષ્ણપ્રદેશમાંથી છાયામાં જતો તે ચેષ્ટાથી સહિત હોય. પ્રાણોનો ત્યાગ કરે ત્યાં સુધી સમ્યજ્ઞાનમાં પરાયણ રહે. શરીર પરિકર્મ (સ્વય) કરી શકે. (બીજાની પાસે ન કરાવી શકે તથા નિયત કરેલા પ્રદેશથી બહાર ન જઈ શકે.) આ ઇંગિનીમરણ છે. ૧. બાર વર્ષ સુધી સૂત્રાભ્યાસ, બાર વર્ષ સુધી અથભ્યાસ, બાર વર્ષ સુધી દેશાટન ઇત્યાદિ ક્રમથી.