Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૪૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૯ આપ્રમાણેજિનકલ્પિકવગેરેનેઅનેપરમર્ષિઓના પ્રવચનને અનુસરનારા ગચ્છવાસીઓને નાન્યપરિષહનો જ સંભવે છે, અન્યોને નહિ.
(૭) અરતિ– વિહાર કરતા કે સ્થાને રહેતા સાધુને ક્યારેક અરતિ ઉત્પન્ન થાય. જેને અરતિ ઉત્પન્ન થઈ હોય તેણે પણ સૂત્રના ઉપદેશને અનુસરીને( યાદ કરીને) સમ્યગ્ધર્મરૂપ બગીચામાં રતિવાળા થવું જોઈએ. એ રીતે અરતિપરિષહનો જય થાય.
(૮) સ્ત્રી સ્ત્રીના અંગોપાંગ-આકાર-હાસ્ય-શૃંગારિક-ચેષ્ટા-શોભા વગેરેની ચેષ્ટાઓને ન ચિંતવે. મોક્ષમાર્ગમાં આગળિયા સમાન સ્ત્રીઓની ઉપર કામબુદ્ધિથી ક્યારેય આંખ પણ ન સ્થાપે. આ પ્રમાણે સ્ત્રીપરિષહનો જય કરાયેલો થાય.
(૯) ચર્યા–આળસ છોડીને ગામ-નગર-કુલ આદિ વિષે અનિયતવાસ અને મમતાથી રહિત બનીને પ્રતિમાસ ચર્યાને આચરે માસકલ્પ પ્રમાણે વિહાર કરે. આ પ્રમાણે ચર્યાપરિષહનો જય થાય.'
(૧૦) નિષદ્યા- જેમાં બેસે તે નિષઘા સ્થાન (ઉપાશ્રયાદિ). સ્થાન સ્ત્રી-પશુ-નપુંસકથી રહિત હોય ઈષ્ટ-અનિષ્ટ ઉપસર્ગને જીતનારાએ તેમાં ઉદ્વિગ્ન બન્યા વિના નિષદ્યાપરિષહનો જય કરવો જોઈએ.
(૧૧) શધ્યા– શય્યા એટલે સંથારો કે ચંપકવૃક્ષાદિનું પાટિયું. તે કોમળ-કર્કશ વગેરે ભેદથી અનેક પ્રકારનું હોય અથવા શય્યા એટલે ઉપાશ્રય. ઉપાશ્રય ઘણી ધૂળવાળો, ઠંડો કે ઘણી ગરમીવાળો હોય. તેમાં ક્યારેય ઉદ્વેગ ન કરે તે ચર્યાપરિષહનો જય છે.
(૧૨) આક્રોશ- આક્રોશ એટલે અનિષ્ટવચન. અનિષ્ટવચન જો સત્ય છે તો શો કોપ કરવો? આ મને શિખામણ આપે છે (એથી) ઉપકારી છે. ફરી આવું નહિ કરું. અનિષ્ટ વચન જો અસત્ય છે તો તદન કોપ ન કરવો જોઈએ. આ પ્રમાણે આક્રોશપરિષહનો જય છે.
(૧૩) વધ– વધ એટલે હાથ-પેની-દોરી-ચાબુક વગેરેથી મારવું. તે પણ શરીર અવશ્ય નાશ પામે છે એમ માનીને(=વિચારીને) સમ્યફ