Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૪૩ સહન કરવું જોઇએ. પુગલના સમૂહરૂપ આ શરીર આત્માથી ભિન્ન છે. આત્માને મારવાનું અશક્ય જ છે. આ પોતે કરેલા કર્મનું ફળ મને પ્રાપ્ત થયું છે. આ પ્રમાણે સમ્યફ સહન કરનારને વધપરિષહનો જય થાય છે.
(૧૪) યાચન-યાચન એટલે સાધુની વસ્ત્ર-પાત્ર-અન્ન-પાન-ઉપાશ્રય આદિની માગણી. સાધુએ સઘળું ય બીજાની પાસેથી મેળવવાનું હોય છે. આથી યાચના અવશ્ય કરવી જોઇએ. આ પ્રમાણે યાચનાપરિષહને જીતવો જોઇએ.
(૧૫) અલાભ– અલાભ એટલે માગણી કર્યો છતે નિષેધ કરવો. માગણી કર્યો છતે જે વસ્તુની માગણી કરી હોય તે વસ્તુ જે માનવની પોતાની હોય તે માનવ વિદ્યમાન કે અવિદ્યમાન તે વસ્તુ ન આપે અથવા ક્યારેક આપે અથવા ક્યારેક અલ્પ આપે, તેમાં ન આપે ત્યારે અપરિતોષ શો કરવો? અર્થાત્ નારાજ ન થવું. કહ્યું છે કે- “ગૃહસ્થના ઘરે વિવિધ (અશન, પાન ઉપરાંત) ખાદિમ, સ્વાદિમ બહુ હોય છતાં ન આપે તો (તત્થ=)તે ગૃહસ્થ ઉપર પંડિત સાધુ કોપ ન કરે. (એમ વિચારે કે) ગૃહસ્થ પોતાની ઇચ્છા હોય તો આપે, ઇચ્છા ન હોય તો ન આપે.” (દશ વૈ. અ.૫ ૧.૨ ગા.૧૮૭) લાભ ન થાય ત્યારે પ્રસન્ન જ રહેવું જોઇએ. (આમ કરવાથી) અલાભપરિષહનો જય થાય.
(૧૬) રોગ- તાવ, ઝાડા, ખાંસી, શ્વાસ વગેરે રોગ છે. રોગ પ્રગટ થાય ત્યારે ગચ્છનિર્ગત સાધુઓ ચિકિત્સામાં પ્રવર્તતા નથી. ગચ્છવાસી સાધુઓ તો અલ્પ-બહત્વની વિચારણાથી સમ્યફ સહન કરે છે અથવા શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિકાર કરે છે. આ પ્રમાણે રોગપરિષહ જય છે.
(૧૭) તૃણસ્પર્શ– પોલાણ રહિત દર્ભ વગેરે (પ્રકારના) તૃણના પરિભોગની ગચ્છનિર્ગત અને ગચ્છવાસી સાધુઓને અનુજ્ઞા છે. જેમને સૂવાની અનુજ્ઞા છે તે સાધુઓ રાતે ભૂમિ ઉપર ઘાસને પાથરીને તેની ઉપર સંથારો-ઉત્તરપટ્ટો પાથરીને સુવે અથવા ચોરોએ ઉપકરણો લઈ લીધા હોય ત્યારે અથવા અત્યંત જીર્ણ થવાના કારણે સંથારો વગેરે