Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૭
સ્વાખ્યાતધર્મભાવનાનું પ્રતિપાદન કરતા ભાષ્યકાર કહે છે— ‘સમ્ય વર્શનદાર:’ત્યાદ્રિ તત્ત્વભૂત જીવાદિ પદાર્થોની શ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે. તે દ્વાર=મુખ છે જે ધર્મનું તે સમ્યગ્દર્શનદ્વાર. સમ્યગ્દર્શનમાં સ્થિરતા થયા વિના મહાવ્રતાદિથી લાભ થતો નથી. સમ્યગ્દર્શન ધર્મના અનુષ્ઠાનના(આચરણના) પહેલા જ દ્વારરૂપ છે એમ (સમ્યગ્દર્શનદ્વાર એવા) વિશેષણથી જણાવે છે. સમ્યગ્દર્શન દ્વારા ધર્મમાં પ્રવેશ થાય છે. પાંચ મહાવ્રતો જેનું સાધન છે તે પંચમહાવ્રતસાધન. આનાથી સઘળા મૂલગુણ-ઉત્તરગુણોનું ગ્રહણ સમજવું.
૧૨૬
આચારાંગથી દૃષ્ટિવાદ સુધી બાર અંગો અરિહંતપ્રણીત આગમ છે. તેનાથી ઉપદિષ્ટ છે તત્ત્વ જે ધર્મનું તે દ્વાદશાંગોપદિષ્ટતત્ત્વ. ધર્મ એટલે ચારિત્રધર્મ.
ગુપ્તિ-સમિતિઓથી પરિપાલન'વિશુદ્ધવ્યવસ્થાન છે જેનું તે ગુપ્ત્યાદિવિશુદ્ધવ્યવસ્થાન. પરિપાલન એટલે પરિરક્ષણ. વિશુદ્ધ એટલે નિર્મળ. વ્યવસ્થાન એટલે સ્વરૂપમાં રહેવું.
નરકાદિ ચાર સંસાર છે. તેનાથી નિર્વાહક એટલે પાર પમાડનાર. મુક્તાવસ્થામાં ધર્મનો અભાવ થઇ જતો નથી એમ કહે છેનિ:શ્રેયસપ્રાપઃ રૂતિ, નિશ્ચિત શ્રેય તે નિઃશ્રેયસ. સઘળા કર્મોથી રહિત જીવનું પોતાના આત્મામાં જ રહેવું એ નિઃશ્રેયસ કહેવાય છે. ધર્મ નિઃશ્રેયસને પમાડનાર છે, અર્થાત્ અન્યપર્યાયને ઉત્પન્ન કરનાર છે.
‘પરવિ:’રૂતિ યશ અને વૈભવાદિથી યુક્ત, સઘળા જ્ઞાનને પ્રાપ્ત કરનારા અને તીર્થંકરનામકર્મના ઉદયથી તીર્થના સ્થાપક ભગવાન પરમર્ષિ છે.
૧. ભાષ્યમાં સમિતિ શબ્દ અને પરિપાલન શબ્દ છે જ નહિ. મોટી ટીકા અને આ ટીકા એ બંનેમાં સમિતિ શબ્દ અને પરિપાલન શબ્દ ઉમેરાયો છે. ભાષ્યના પાઠ પ્રમાણે ગુપ્તિ આદિથી વિશુદ્ધ છે વ્યવસ્થાન જેનું એ ગુપ્ત્યાદિવિશુદ્ધવ્યવસ્થાન. આમ સમાસ વિગ્રહ સરળ રીતે થાય છે. આદિ શબ્દથી સમિતિઓનું ગ્રહણ કરી શકાય. ગુપ્તિ આદિથી એટલે ગુપ્તિ આદિના પરિપાલનથી. ગુપ્તિ આદિના પરિપાલનથી ચારિત્રધર્મ પોતાના સ્વરૂપમાં રહે છે.