Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૩૭ ज्ञानावरणस्य वेद्यस्य मोहनीयस्य तथा मोहनीयं द्विप्रकार-दर्शनमोहनीयं चारित्रमोहनीयं च, तथाऽन्तरायस्येत्येवमेतासु पञ्चसु प्रकृतिषु ॥९-९॥
ટીકાર્થ– સુધા-પિપાસા વગેરે બાવીસ પરિષહો છે. નામથી પણ સુધા વગેરે નામવાળા છે. સ્વરૂપ પણ શબ્દના અર્થથી જણાવ્યું જ છે. સંખ્યા વગેરે (સંખ્યા, નામ અને સ્વરૂપ એ) ત્રણેયને ભાષ્યકાર બતાવે છે
(૧) સુધા– સુધાવેદના આદિથી સુધાપરિષહ થાય છે. આગમોક્ત વિધિથી સુધાને શમાવનારા અને અનેષણીયનો ત્યાગ કરતા મુનિને સુધાપરિષહનો જય થાય છે. અનેષણીય લેવામાં સુધાપરિષહ જિતાયેલો ન થાય.
(૨) પિપાસા– એ પ્રમાણે પિપાસાપરિષહ વિશે પણ જાણવું. એષણીય મળે તો પ્રાણીઓ પ્રત્યે દયાવાળા મુનિએ સર્વ અનેષણીયનો ત્યાગ કરીને શરીરનો નિર્વાહ કરવો જોઇએ.
(૩) શીત– ઘણી પણ ઠંડી પડતી હોય ત્યારે જીર્ણવસ્ત્રવાળા અને (એથી જ) રક્ષણ રહિત એવા મુનિ ઠંડીના રક્ષણ માટે અકથ્ય વસ્ત્રોને ન લે. આગમવિહિતવિધિથી એષણીય જ વસ્ત્ર વગેરેની ગવેષણા કરે કે પરિભોગ કરે પણ ઠંડીથી પીડિત મુનિ અગ્નિને ન સળગાવે કે અન્યથી સળગાવાયેલા અગ્નિનું સેવન ન કરે. આ પ્રમાણે કરતા મુનિથી શીતપરિષહનો જય કરાયેલો થાય.
(૪) ઉષ્ણ– એ પ્રમાણે ગરમીથી તપેલો પણ મુનિ જળમાં ન પ્રવેશે, સ્નાન ન કરે, પંખાથી પવન ન નાખે અથવા છાયા આદિને ધારણ કરે. આનાથી (વર્જન અને ધારણથી) આવી પડેલી ગરમીને સમ્યફ સહન કરે. તડકો, ઠંડી અને ગરમી એ ત્રણેયથી ગભરાય નહિ.
(૫) દંશમશક– દેશમશક (દંશ મારનારા મશક) આદિથી દેશાઈ રહ્યો હોવા છતાં તે સ્થાનથી ખસે નહિ અને દેશમશકને દૂર કરવા માટે ધૂમાડો વગેરે ન કરે, પંખા આદિથી દેશમશકને દૂર ન કરે. આ રીતે દંશમશકપરિષહનો જય કરાયેલો થાય, બીજી રીતે નહિ.