Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૭૯ તથા બીજું આયંબિલ વર્ધમાન તપ છે. જેમાં મીઠાથી રહિત ભાતનું ઓસામણ અને ભાત આહાર હોય તે આયંબિલ. જે તપમાં આયંબિલ વૃદ્ધિ પામતું હોય તે આયંબિલ વર્ધમાન તપ. તેની પ્રરૂપણા આ પ્રમાણે છે- પહેલાં એક આયંબિલ, પછી ઉપવાસ, પછી બે આયંબિલ અને ઉપવાસ, પછી ત્રણ આયંબિલ અને ઉપવાસ, પછી ચાર આયંબિલ અને ઉપવાસ, પછી પાંચ આયંબિલ અને ઉપવાસ એમ એકેક આયંબિલ વધારતા જવું અને ઉપવાસ કરતા જવું. આમ ત્યાં સુધી વધારવું કે અંતે સો આયંબિલ ઉપર એક ઉપવાસ આવે. આ તપનું કાળપરિમાણ ચૌદ વર્ષ, ત્રણ માસ અને વીસ દિવસ છે.
સર્વતોભદ્રમત્યેવમાદ્રિ એ સ્થળે આદિ શબ્દનું ગ્રહણ કર્યું હોવાથી પ્રકીર્ણક તપ અનેક પ્રકારનું છે એમ જણાવે છે. તે અનેક પ્રકારનું તપ મહર્ષિઓના જ પ્રવચનમાં પ્રસિદ્ધ છે.
અથવા આદિ શબ્દથી બાર ભિક્ષુપ્રતિમાઓનું ગ્રહણ કર્યું છે. તેને બતાવવા માટે કહે છે
તથા દશ મિક્ષપ્રતિમા મસિવદ્યા: તિ, માસિકી જેમની આદિમાં છે તે માસિદ્યા, તથા શબ્દ પ્રદર્શન અર્થમાં છે. વિશ પદ પરિમાણના નિરૂપણ માટે સંખ્યા છે. ભિક્ષુ એટલે ઉદ્ગમ-ઉત્પાદન-એષણા વગેરેથી શુદ્ધ ભિક્ષાનું ભોજન કરનાર. પ્રતિમા એટલે પ્રતિજ્ઞા. માસ જેનું પ્રયોજન છે તે માસિકી, અર્થાત્ મહિના જેટલા કાળથી પૂર્ણ થાય છે.
“ સામવિચાર' અને એ પ્રમાણે વિભાગને બતાવે છે. દિમાતાત્રિમાસા-વતુર્માસી-પશ્ચHITI-SUHીસા-સમાસા નામવાળી (છ પ્રતિમાઓ), (માસિકા પહેલા બતાવેલી છે.) આ પ્રમાણે આ સાત પ્રતિમાઓ છે. બીજી ત્રણ છે. પહેલી સપ્તરાત્રિકી, બીજી સપ્તરાત્રિકી અને ત્રીજી સસરાત્રિની આ પ્રમાણે દશ થઇ. અહોરાત્રિી અને એકરાત્રિકી એમ બીજી બે છે. આ પ્રમાણે બાર પ્રતિમાઓ છે. (૧) માસિકી પ્રતિમામાં આરૂઢ થયેલો સાધુ ભોજનની એક દત્તિને
ગ્રહણ કરે છે.