Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૯૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૭ તથા ચક્ષુરિંદ્રિયમાં આસક્ત બનેલા જીવો સ્ત્રીને જોવાના પ્રસંગથી અર્જુનક ચોરની જેમ, દીવાને જોવાની તૃષ્ણાવાળા પતંગની જેમ મૃત્યુ પામે છે.
તથા શ્રોત્રંદ્રિયમાં આસક્ત તેતરપક્ષી, પારેવો અને ચાસપક્ષીની જેમ ગીત-સંગીતના શબ્દોમાં તૃષ્ણાવાળા હરણની જેમ મૃત્યુ પામે છે એમચિંતવે.
આ પ્રમાણે ચિંતન કરતો તે આમ્રવના નિરોધ માટે જ પ્રવર્તે છે. આ પ્રમાણે આગ્નવભાવના છે.
ગુપ્તિ આદિ જેમનું રક્ષણ કરે છે એવા મહાવ્રતાદિ સંવરો ઉપકારી છે એમ ચિંતવે. આમ્રવના યથોક્ત આ સઘળા દોષો સંવરવાળા જીવને થતા નથી એમ વિચારે. આ પ્રમાણે ચિંતન કરતા એની મતિ સંવર માટે જ પ્રવર્તે છે. આ પ્રમાણે સંવરભાવના છે.
નિર્જરા, વેદના અને વિપાક એ પ્રમાણે એક જ અર્થ છે. તે અબુદ્ધિપૂર્વક અને કુશલ મૂલ એમ બે પ્રકારે છે. તે બેમાં નરકાદિમાં થતો કર્મફળનો વિપાકોદય અબુદ્ધિપૂર્વક છે. તે વિપાક પાપનું કારણ હોવાથી સંસારના અનુબંધવાળો છે એમ ચિંતવે.
તપ અને પરિષહજયથી કરાયેલો વિપાક કુશળમૂળ છે. શુભાનુબંધવાળો કે અનુબંધ વગરનો તે વિપાક ગુણનું કારણ હોવાથી ઉપકારક છે એમ ચિંતવે. આ પ્રમાણે ચિંતન કરતો તે કર્મનિર્જરા માટે જ પ્રવર્તે છે. આ પ્રમાણે નિર્જરા ભાવના છે.
લોક પંચાસ્તિકાય સ્વરૂપ, વિવિધ પરિણામવાળો, ઉત્પત્તિ-સ્થિતિવિનાશ-અનુગ્રહ-પ્રલયથી યુક્ત અને વિચિત્ર સ્વભાવવાળો છે એમ ચિંતવે. આ પ્રમાણે ચિંતન કરતા એની તત્ત્વજ્ઞાન વિશુદ્ધિ થાય છે. આ પ્રમાણે લોકભાવના છે.
અનાદિ સંસારમાં નરકાદિમાં તે તે ભવજન્મોમાં અનંતવાર પરિવર્તન પામતા, વિવિધ દુઃખોથી હણાયેલા, મિથ્યાદર્શનાદિથી દૂષિતમતિવાળા ૧. અબુદ્ધિપૂર્વક વિપાક એટલે અકામનિર્જરા. કુશળમૂલ વિપાક એટલે સકામનિર્જરા.