Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૧૧૦ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૭ તત્ર તે અનુપ્રેક્ષાઓમાં અનિત્યભાવના કહેવાય છે
શરીરદ્રવ્ય જીવપ્રદેશોથી વ્યાપ્ત હોવાથી અત્યંતર છે. શયા-આસનવસ્ત્ર વગેરે દ્રવ્યો બાહ્ય છે. આદિ શબ્દના ગ્રહણથી સઘળીય ઔધિક, ઔપગ્રહિક ઉપધિનું ગ્રહણ કરવું.
શરીર– તેમાં શરીર જન્મથી પ્રારંભી પૂર્વની અવસ્થાનો ત્યાગ કરે છે અને ઉત્તરાવસ્થાને પામે છે. પ્રતિક્ષણ જુદી જુદી રીતે થતા શરીરના સઘળા અવયવો જરાથી જર્જરિત થઈ જાય છે અને માત્ર પુદ્ગલ સમૂહની રચના રૂપ રહે છે. અંતે રચનાવિશેષનો ત્યાગ કરીને નાશ પામે છે. આથી શરીર પરિણામે અનિત્ય હોવાથી અનિત્ય જ છે. આ પ્રમાણે પહેલેથી(=શરીર નાશ પામે એ પહેલાં) ચિંતન કરનારને તેમાં સ્નેહપ્રતિબંધ ન થાય. શરીરમાં સ્નિગ્ધપદાર્થનું મર્દન કરવું, વિલેપન કરવું, મસળવું દબાવવું, સ્નાન કરવું, વિભૂષા કરવી વગેરેમાં નિઃસ્પૃહ સાધુને ધર્મધ્યાનાદિમાં આસક્તિ થાય છે. આગમમાં (ભગ સૂ. ૨.૨ ઉ.૧ સ્કંદક અણગારના વર્ણનમાં) પણ કહ્યું છે કે- “જે આ ઈષ્ટ, કાંત, પ્રિય અને મનોજ્ઞ મારું શરીર છે તેને પણ હું મારા છેલ્લા શ્વાસોશ્વાસે ત્યાગ કરી દઇશ.”
શયા=ઉપાશ્રય અથવા શવ્યા એટલે સંથારો, પાટિયું વગેરે. આસન=પ્રાણીઓના સંવાટાઓમાંથી બનેલું આસન, વસ્ત્ર=કપડો, ચોલપટ્ટો વગેરે.
પ્રતિદિન રજથી વિપરિણામ પામતા સર્વ પ્રકારના શયાદિ દ્રવ્યો પોતાની રચનાવસ્થાને છોડીને નાશ પામવાના સ્વભાવને પામે છે. આ પ્રમાણે ભાવનાનો અભ્યાસ કરવાથી તે વસ્તુઓમાં મમત્વ ન થાય. કેવળ ધર્મનું સાધન છે એમ માનીને ગ્રહણ કરે.
“સર્વસંયોથાનિત્યારૂતિ બાહ્ય-અત્યંતર દ્રવ્યોની સાથે મારા જેટલા સંબંધો છે તે બધા અનિત્ય છે. કારણ કે સંયોગ વિયોગના અંતવાળો ૧. વાક્ય રચના ક્લિષ્ટ બને એથી વિદ્ પદનો અર્થ લખ્યો નથી.