Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૮૩
સૂત્ર-૬
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ અને ત્રણ સસરાત્ર(=એકવીસ) એમ સૂત્રને તોડીને કોઈ અજ્ઞાનીએ સાવતુર્વવિંશતિરાત્રિવસ્તિત્ર: એવું ભાષ્ય કર્યું છે.
આ પ્રમાણે પ્રકીર્ણક તપને કહીને ત્યાગને કહેવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે
બાહ્ય-અભ્યતર ઉપધિ, શરીર અને અન્નપાનાદિ જેનો આશ્રય છે તે આવા પ્રકારના ભાવદોષનો પરિત્યાગ એ ત્યાગ કહેવાય છે. આલંબન વિના ભાવદોષ નથી. (અર્થાત ઉપધિ વગેરે આશ્રયને=આલંબનને ( નિમિત્તને) પામીને ભાવદોષ થાય છે.)
તપથી કેવી રીતે અશુભ કર્મને ગ્રહણ કરતો નથી અને પૂર્વના અશુભ કર્મનો ત્યાગ કરે છે(=નિર્જરા કરે છે, તેવી રીતે બાહ્ય ઉપકરણાદિનો ત્યાગ પણ આગ્નવદ્વારોનો સંવર કરે છે(=બંધ કરે છે.) તેમાં સ્થવિરકલ્પ અને જિનકલ્પને યોગ્ય રજોહરણ-પાત્ર વગેરે ઉપકરણ બાહ્ય ઉપધિ છે. અશુભવાણી અને મનના દુઃખથી છોડી શકાય તેવા ક્રોધાદિ અત્યંતર ઉપધિ છે. અથવા શરીર અત્યંતર ઉપધિ છે, અન્ન-પાન બાહ્ય ઉપધિ છે. આદિ શબ્દના ગ્રહણથી સંથારો અને દાંડો વગેરે ઔપગ્રહિક ઉપકરણનું ગ્રહણ કરવું.
ઉપધિ વગેરે ભાવદોષના આશ્રયરૂપ છે. મૂચ્છ, સ્નેહ અને ગાર્થ વગેરે ભાવદોષ છે. રજોહરણ વગેરે સંયમનું સાધન છે માટે સાધુ ધારણ કરે છે, નહિ કે રાગાદિથી યુક્ત થઇને શોભાદિ માટે. આવા પ્રકારના ભાવદોષનો સર્વ પ્રકારે ત્યાગ કરવો એ ત્યાગ કહેવાય છે.
હવે આકિંચન્યના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છે– ઉક્ત નીતિથી ભાવદોષનો ત્યાગ કરીને રજોહરણ-પાત્ર વગેરે બાહ્ય ઉપકરણનો ઉપભોગ કરતો પણ સાધુ અકિંચન જ છે. શરીર આત્માનો માત્ર આશ્રય છે. ત્યાગને યોગ્ય અને કેવળ અશુચિ-ચામડી-માંસહાડકાનું હાડપિંજર એવું શરીર જ્યારે(=જ્યાં સુધી) સંયમનું ભરણપોષણ કરવામાં સમર્થ એવી ધર્મસાધનક્રિયાની સહાયમાં રહે છેઃ