Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૬ રહે. શુક્લપક્ષની એકમમાં પણ એક જ કવળ છે. બીજ આદિ તિથિઓમાં એક એકની વૃદ્ધિ થાય. છેલ્લે પૂનમના દિવસે પંદર કવળ થાય. આ પ્રમાણે આ વજમળ્યા પ્રતિમા છે.
નરલમુતાવન્યસ્તિ કનકાવલી, રત્નાવલી અને મુક્તાવલી. તેમાં કનકાવલી તપનું વ્યાખ્યાન કરવામાં આવે છે. પહેલા દિવસે ઉપવાસ, ત્યાર બાદ છઠ્ઠ અને અઠ્ઠમ, ત્યાર બાદ આઠ છઠ્ઠ, ત્યાર બાદ એક ઉપવાસ, ૨ ઉપવાસ, ૩ ઉપવાસ, ૪ ઉપવાસ, ૫ ઉપવાસ, ૬ ઉપવાસ, ૭ ઉપવાસ, ૮ ઉપવાસ, ૯ ઉપવાસ, ૧૦ ઉપવાસ, ૧૧ ઉપવાસ, ૧૨ ઉપવાસ, ૧૩ ઉપવાસ, ૧૪ ઉપવાસ, ૧૫ ઉપવાસ, ૧૬ ઉપવાસ, ત્યાર પછી ફરી ચોત્રીશ છઠ્ઠ, ત્યાર પછી આ જ આદ્ય અર્ધાની ઉલટા ક્રમથી ૧૬ ઉપવાસથી આરંભી રચના કરવી, જેથી છેલ્લે એક ઉપવાસ આવે. આમાં ત્રણસો ચોરાસી (૩૮૪) તપના દિવસો થાય. તેમાં પારણાના અક્યાસી (૮૮) દિવસો ઉમેરવાથી કુલ એક વર્ષ, ત્રણ મહિના અને બાવીશ દિવસો(=૪૭૨) થાય.
આ તપમાં પહેલી કનકાવલીમાં પોતાને ઈષ્ટ સર્વ પ્રકારના આહારથી પારણું કરવાનો વિધિ છે. બીજી કનકાવલીમાં પારણામાં વિગઈ રહિત સર્વ પ્રકારના આહારથી પારણું કરવું. ત્રીજી કનકાવલીમાં અલેપકૃત(=લેપરહિત) આહારથી પારણું કરવું. ચોથી કનકાવલીમાં પરિમિત ભિક્ષાવાળા આયંબિલથી પારણું કરવું. આ પ્રમાણે આ ચારેય કનકાવલીનો કાળ પાંચ વર્ષ, બે માસ અને અઠાવીસ દિવસો છે.
હવે રત્નાવલીની સ્થાપના આ પ્રમાણે છે– (૧) ઉપવાસ-છઠ્ઠ-અટ્ટમ (ર) આઠ અઠ્ઠમ (૩) ફરી ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦-૧૧-૧૨૧૩-૧૪-૧૫-૧૬ ઉપવાસ (૪) પછી ચોત્રીસ અઠ્ઠમ (૫) ત્યાર પછી આદ્ય અર્ધાની ઊલટા ક્રમથી ૧૬ ઉપવાસથી પ્રારંભી સ્થાપના કરવી જેથી છેલ્લે એક ઉપવાસ આવે.