Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૩૩
તપ બે પ્રકારનો છે. જે તપાવે તે તપ. તપ આગળ કહેવાશે. પ્રકીર્ણક તપ અનેક પ્રકારનો છે.
તે આ પ્રમાણે- યવવજમધ્યા ચંદ્રપ્રતિમા બે છે. કનકાવલીરત્નાવલી-મુક્તાવલી એમ ત્રણ છે. સિંહવિક્રીડિત બે છે.
સપ્ત-સામિકા વગેરે ચાર પ્રતિમાઓ, ભદ્રોત્તર, આયંબિલ વર્ધમાન, સર્વતોભદ્ર વગેરે તપ છે.
તથા બાર ભિક્ષુપ્રતિમાઓ છે. માસિકી પ્રતિમાથી પ્રારંભી સપ્તમાસિકી સુધીની સાત પ્રતિમાઓ, સપ્તઅહોરાત્રિકી ત્રણ, અહોરાત્રિકી એક અને રાત્રિકી એક.
બાહ્ય-અત્યંતર ઉપધિ-શરીર-અન્નપાન આદિના આશ્રયવાળા ભાવદોષનો પરિત્યાગ એ ત્યાગ છે.
શરીર અને ધર્મોપકરણાદિમાં મમત્વનો અભાવ એ આકિંચન્ય છે. વ્રતોના પરિપાલન માટે, જ્ઞાનની અભિવૃદ્ધિ માટે અને કષાયોના પરિપાક માટે ગુરુકુલવાસ એ બ્રહ્મચર્ય છે.
અસ્વાતંત્ર્ય, ગુર્વધીનત્વ, ગુરુનિર્દેશાવસ્થાયિત્વ (આ શબ્દો એક અર્થવાળા છે.) એટલા માટે પ્રવ્રાજક, દિગાચાર્ય, શ્રુતોદ્દેષ્ટા, શ્રુતસમુદ્દેષ્ટા અને આમ્નાયાર્થવાચક એમ પાંચ આચાર્યો કહ્યા છે.
તે બ્રહ્મચર્યના આ વિશેષગુણો થાય છે- અબ્રહ્મવિરતિરૂપ વ્રતની યથોક્ત ભાવનાઓ અને ઇષ્ટ સ્પર્શ, રસ, રૂપ, ગંધ, શબ્દ અને વિભૂષામાં અભિનંદિત્વનો અભાવ. (૯-૬)
टीका - उत्तमग्रहणमगारिधर्म्मव्यवच्छेदार्थं, उत्तमो धर्म्म: प्रकर्षयोगात्, क्षमादयो हि उत्तमविशेषणविशिष्टाः, तादृशाश्चागारिणो न सन्ति, यतः सर्वावस्थामनगाराः क्षमन्ते सकलमदस्थाननिग्राहिणः शाठ्यरहिताः सन्तोषामृततृप्ताः सत्यवादिनः संयमिनस्तपस्विनो यथावद्दातारः कनकादिकिञ्चनरहिताः सर्वप्रकारं ब्रह्म बिभ्रतीति, नत्वेवं जातुचिद्