Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૩૨
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ આ સૂત્ર-૬ આ લોકમાં અને પરલોકમાં અશુભ ફળવાળું કર્મ એકઠું કરે છે. ઉપદેશાતા પણ કલ્યાણને તે સ્વીકારતો નથી. તેથી આ મદસ્થાનોના નિગ્રહ રૂપ માર્દવ ધર્મ છે.
ભાવવિશુદ્ધિ અને અવિસંવાદન આર્જવનું લક્ષણ છે. ઋજુનો ભાવ કે ઋજુનું કાર્ય તે આર્જવ, અર્થાત્ આર્જવ એટલે ભાવદોષનો ત્યાગ. ભાવદોષથી યુક્ત જીવ ઉપધિ અને નિકૃતિથી સંયુક્ત હોય છે અને આ લોક અને પરલોકમાં અશુભ ફળવાળું કર્મ એકઠું કરે છે. ઉપદેશાતા પણ કલ્યાણને સ્વીકારતો નથી. તેથી માયાનો વિરોધી એવો) આર્જવ ધર્મ છે.
લોભનો અભાવ એ શૌચનું લક્ષણ છે. શુચિનો ભાવ અથવા શુચિનું કાર્ય તે શૌચ છે.
નિર્મલતા એટલે ભાવથી વિશુદ્ધિ, અર્થાત્ ધર્મસાધનના પરિણામમાં રાગનો અભાવ એ ભાવથી વિશુદ્ધિ છે. ભાવમળથી યુક્ત અશુચિ જીવ આ લોકમાં અને પરલોકમાં અશુભ ફળવાળા અશુભ કર્મને બાંધે છે. ઉપદેશાતા પણ કલ્યાણને સ્વીકારતો નથી તેથી શૌચ ધર્મ છે.
સત્ અર્થમાં થયેલું વચન સત્ય છે અથવા જીવોને કે જીવ-અજીવ એ બંનેને હિતકર વચન સત્ય છે. સત્યવચન, અનનૃત, અપુરુષ, અપિશુન, અનસભ્ય, અચપલ, અનાવિલ, અવિરત, અસંભ્રાન્ત, મધુર, અભિજાત, અસંદિગ્ધ, ફુટ, ઔદાર્યયુક્ત, અગ્રામ્યપદાર્થોભિવ્યાહાર, અશીભર, અરાગ-દ્વેષયુક્ત હોવું જોઈએ.
સૂત્રમાર્ગનુસારપ્રવૃત્તાર્થ, અથ્ય, અર્થિજનભાવગ્રહણ સમર્થ, આત્મપરાનુગ્રાહ, નિરુપધ, દેશકાલોપપન્ન, અનવદ્ય, અહાસનપ્રશસ્ત, યત, મિત, યાચન, પ્રચ્છન, પ્રશ્ન-વ્યાકરણ આ પ્રમાણે સત્ય ધર્મ છે.
યોગોનો નિગ્રહ એ સંયમ છે. સંયમ સત્તર પ્રકારનો છે. તે આ પ્રમાણેપૃથ્વીકાયિકસંયમ, અખાયિકસંયમ, તેજસ્કાયિકસંયમ, વાયુકાયિકસંયમ, વનસ્પતિકાયિકસંયમ, કીન્દ્રિયસંયમ, તેઇંદ્રિયસંયમ, ચરિંદ્રિયસંયમ, પંચેદ્રિયસંયમ, પ્રેક્ષ્યસંયમ, ઉપેશ્યસંયમ, અપહત્યસંયમ, અમૃયસંયમ, કાયસંયમ, વાસંયમ, મનઃસંયમ, ઉપકરણસંયમ આ પ્રમાણે સંયમ ધર્મ છે.