Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
૩૧
સૂત્ર-૬
શ્રી તત્ત્વાધિગમસૂત્ર અધ્યાય-૯ બાલ એટલે મૂઢ. (૧) બાળજીવ પરોક્ષ આક્રોશ કરે ત્યારે ક્ષમા કરવી જ જોઈએ. બાળજીવો આવા જ સ્વભાવવાળા હોય છે. એટલું સારું છે કે મને પરોક્ષ આક્રોશ કરે છે, પ્રત્યક્ષ નહિ. આથી લાભ જ માનવો જોઇએ. (૨) બાળ પ્રત્યક્ષ પણ આક્રોશ કરે ત્યારે ક્ષમા કરવી જોઇએ. બાળજીવોમાં આ હોય જ. એટલું સારું છે કે તાડન કરતો નથી. બાળજીવોમાં આ પણ હોય. આથી લાભ જ માનવો જોઇએ. (૩) બાળજીવ તાડન કરે ત્યારે પણ ક્ષમા કરવી જોઇએ. બાળજીવો આવા સ્વભાવવાળા જ હોય છે. એટલું સારું છે કે તાડન કરે છે પણ પ્રાણોથી અલગ કરતો નથી. બાળજીવોમાં આ પણ હોય છે. (૪) બાળજીવ પ્રાણોથી અલગ કરે ત્યારે પણ ક્ષમા કરવી જોઇએ. એટલું સારું છે કે પ્રાણોથી અલગ કરે છે, ધર્મથી ભ્રષ્ટ કરતો નથી. એમ ક્ષમા કરવી જોઈએ. બાળજીવોમાં આ પણ હોય છે. આથી લાભ જ માનવો જોઈએ.
સ્વકૃત કર્મફળના આગમનનો આશ્રય કરીને ક્ષમા કરવી જોઇએ. મારા પોતાના કરેલા કર્મના ફળનું આ આગમન છે. બીજો તો માત્ર નિમિત્ત છે. એ પ્રમાણે ક્ષમા કરવી જોઇએ.
વળી, ક્ષમા કરવાના મનવાળા જીવે બીજું કયું આલંબન કરવું(=લેવું) જોઇએ એમ કહે છે–
અનાયાસ વગેરે ક્ષમાગુણોનું સ્મરણ કરીને ક્ષમા કરવી જ જોઇએ. આ પ્રમાણે ક્ષમાધર્મ છે.
નીચવૃત્તિ અને અનુસેક માર્દવનું લક્ષણ છે. મૂદુનો ભાવ અથવા મૂદુનું કર્મ તે માર્દવ. મદનિગ્રહ અને માનનો વિઘાત એ પ્રમાણે માર્દવનો અર્થ છે. તેમાં માનના આઠ સ્થાનો છે.
તે આ પ્રમાણે- જાતિ, કુળ, રૂપ, ઐશ્વર્ય, વિજ્ઞાન, શ્રુત, લાભ અને વીર્ય. (એ મદ સ્થાનો છે.)
આ જાત્યાદિ આઠ મદસ્થાનોથી અભિમાની બનેલો, પરનિંદાસ્વપ્રશંસામાં મશગૂલ અને તીવ્ર અહંકારથી હણાયેલી મતિવાળો જીવ