Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
પર શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૬ ટીકાર્થ-ગૃહસ્થધર્મને રદ્દ કરવા ઉત્તમ શબ્દનું ગ્રહણ કર્યું છે. પ્રકર્ષના યોગથી ધર્મ ઉત્તમ છે, અર્થાત્ ક્ષમા વગેરે ઉત્કૃષ્ટ થવાના કારણે ઉત્તમ છે. ઉત્તમ વિશેષણથી વિશિષ્ટ ક્ષમા વગેરે જે ધર્મો સાધુઓને છે તેવા ગૃહસ્થોને ન હોય. કારણ કે સાધુઓ સર્વ અવસ્થામાં સહન કરે છે, સઘળા સદસ્થાનોનો નિગ્રહ કરે છે, દંભથી રહિત છે, સંતોષરૂપ અમૃતથી તૃપ્ત છે, સત્ય બોલનારા છે, સંયમી છે, તપસ્વી છે, યથાવત–યોગ્ય રીતે (ધર્મોપદેશ) આપનારા છે, સુવર્ણાદિથી રહિત છે, સર્વ પ્રકારના બ્રહ્મચર્યને ધારણ કરે છે. ગૃહસ્થોને ક્યારેય આવા પ્રકારના ઉત્કૃષ્ટ ક્ષમા વગેરે ધર્મો હોતા નથી. સૂત્રમાં દ્વન્દ સમાસ કરીને પ્રથમ બહુવચનમાં નિર્દેશ કર્યો છે. બધા ભેગા થયેલા જ ઉત્તમ ધર્મ છે. આ ક્ષમાદિ સમુદાય સંવરને ધારણ કરે છે, કારણ કે ક્ષમા વગેરે સમુદાયથી ધર્મ છે. સંવર માટે આત્મા વડે ધારણ કરાય તે ધર્મ.
આટલા ધર્મના અંગો છે. તેમનાથી સિદ્ધ કરાયેલો ધર્મ છે, અર્થાત્ ધર્મ ધર્મના અંગોથી ઉત્પન્ન કરાયેલો છે એમ બતાવે છે–
આ પ્રમાણે આ દશ પ્રકારનો સાધુધર્મ મૂળ-ઉત્તર નામના ઉત્તમ ગુણોની પરાકાષ્ઠાથી યુક્ત સાધુઓને હોય છે.
તત્ર ક્ષમા ઇત્યાદિથી ઉત્તમતાનું વિવરણ કરે છે- ક્ષમા એટલે બીજાની ભૂલને માફ કરવી, અર્થાત્ શક્તિવાળા આત્માના પ્રતિકાર કર્યા વિના) સહન કરવાના પરિણામ અથવા શક્તિથી રહિત આત્માના પ્રતિકાર કરવા છતાં સહન કરવાના પરિણામ. (પ્રતિકાર કરે પણ સહન કરવાના પરિણામ હોય.) ક્ષમાને પર્યાયવાચી શબ્દોથી કહે છે- તિતિક્ષા, સાત્તિ, સહિષ્ણુતા, સહનશીલતા અને ક્રોધનિગ્રહ આ શબ્દો એકાWવાચી છે=ક્ષમાને જ કહેનારા છે.
ક્રોનિગ્રહ એટલે ક્રોધના ઉદયને રોકવો=આત્મામાં ક્રોધ જ ન થવા દેવો અથવા ક્રોધનો ઉદય થઈ જાય તો વિવેકબળથી એને નિષ્ફળ બનાવવો.' ૧. નિષ્ફળ બનાવવો એટલે જે કારણે ક્રોધ ઉત્પન્ન થયો તે અંગે કશું બોલવું નહિ, કોઈ પ્રવૃત્તિ ન
કરવી. ક્રોધમાં નિમિત્ત બનનારનું અહિત ન ચિંતવવું. આથી એની મેળે થોડા સમયમાં ક્રોધ