Book Title: Tattvarthadhigam Sutram Part 09
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
Publisher: Arihant Aradhak Trust
View full book text
________________
સૂત્ર-૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૬૩ વિવક્ષિત પર્યાયનું પ્રતિપાદન સત્ય છે. યથાર્થપ્રતિપાદન એ જ તેમના હિતને કરનારું છે.
હવે તે સત્યવચનના વિશેષગુણોને કહે છે–
અનનૃતભૂતનો યથાર્થનો નિતવ (અપલાપ) કરવો અને અભૂતનું (અયથાર્થનું) ઉદ્દભાવન(=પ્રગટ) કરવું. એ અમૃત છે, અર્થાત્ વિપરીત, કટુ અને સાવદ્ય વગેરે વચન અમૃત છે. અમૃત નહિ તે અનનૃત. પ્રશ્ન- અનવૃત શબ્દ સત્યશબ્દનો પર્યાયવાચી જ છે.
ઉત્તર– આ સાચું છે. તો પણ હવે કહેવાશે તે ઉત્તરગુણોની વ્યાપ્તિ માટે ફરી આ વચન છે, અર્થાત્ હવે કહેવાશે જે બધા ઉત્તરગુણોમાં સત્ય છે એ જણાવવા માટે ફરી આ વચન છે.
અપરુષ– પરુષ એટલે રૂક્ષ, સ્નેહરહિત, નિષ્ફર અને પરપીડાકારી વચન. પરુષ નહિ તે અપરુષ. અવિનીત જીવોમાં માધ્યચ્ય ભાવના અને વિનીત જીવોમાં સૌમ્યવાણી એ અપરુષ છે.
અપિશુન– બેને કે ઘણાઓને સત્ય-અસત્ય દોષો કહેવાથી પરની પ્રીતિનો વિચ્છેદ કરનારું વચન પિશુન છે. પિશ્ન નહિ તે અપિશુન.
અનસભ્ય- સભાને યોગ્ય તે સભ્ય. સભ્ય નહિ તે અસભ્ય. સભાઓમાં જે નિંદિત હોય તે અસભ્ય. જેમ કે વિદ્વાનોની સભાઓમાં ગુપ્ત રાખવા યોગ્યને ખુલ્લું કરવું, મર્મભેદી વચન બોલવું. તેનો પ્રતિષેધ. ન અસભ્ય તે અનસભ્ય, અર્થાત્ સભ્ય.
અચપલ– ચપલ એટલે વિચાર્યા વિનાનું બોલનાર. તેનું વચન પણ ચપલ. તે વચન દોષોનો આક્ષેપ કરનારું થાય. (દોષ ન હોવા છતાં દોષ કહેવો તે આક્ષેપ.)
અનાવિલ– આવિલ એટલે મલિન(=દોષિત). કષાયને વશ થઇને વર્તનારા જીવનું વચન આવિલ હોય છે. આવિલ નહિ તે અનાવિલ, અર્થાત્ પ્રસન્નતા ભરેલું વચન અનાવિલ છે.